Abtak Media Google News

પ્રાકૃતિક સૌંદર્યી ભરપુર અરૂણાચલ પ્રદેશમાં વિદેશી સહેલાણીઓ વધારવા માટે અરૂણાચલના રિમોટ એરીયા તેમજ ખાસ વિસ્તારોમાં સુરક્ષાની તકેદારી સો પ્રવાસીઓને ખાસ એન્ટ્રી આપવામાં આવશે. નિયમોમાં બાંધછોડ કરવા અરૂણાચલ સૌથી પ્રમ રાજય બનશે ત્યારબાદ સિક્કીમ, લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં પણ શરૂઆતી ધોરણે કામ શરૂ કરવામાં આવી ગયું છે. ટુરિઝમ સેકટરને વિકસાવવા સરકારે નિર્ણય લીધો છે કે ઈનર લાઈનમાં પર્યટન માટે ૨ વર્ષને બદલે પાંચ વર્ષની સમય મર્યાદામાં નિર્ધારીત કરવામાં આવી છે.

યુનિયન મિનિસ્ટ્રી અરૂણાંચલની તવાંગ વેલી, ઝીરો અને બોમ્ડીલા જેવા વિસ્તારોને વિકસાવી પર્યટન સ્ળમાં પરિવર્તીત કરવા માગે છે.

રાજયના બોર્ડરના વિસ્તારમાં સહેલાણીઓ માટે પરવાનગી આપવામાં આવશે. ટુરિઝમ મિનિસ્ટર એ જે અલ્ફોને જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા નિયમો સહેલા કરવા માટે તેમણે અરજી કરી હતી. માટે વધુ પર્યટકો રાજયમાં આવી શકે. અરૂણાંચલ પ્રદેશ બુધ્ધિઝમ સો સંકળાયેલું છે. માટે તેનું મહત્વ વધુ છે. માટે ઉત્તર અરૂણાચલની દિબાંગ વેલીને વિકસાવી ઈકો ટુરિઝમની અમલવારી કરાશે. અરૂણાંચલના મુખ્યમંત્રીએ તવાંગના તળાવના ફોટા ટવીટ કરીને લખ્યું હતું કે, શુંગેટસેર તળાવ પૃથ્વી પર સ્વર્ગ સમાન છે.

રાજયમાં બોર્ડર નજીકના એવા ઘણાં ખુબસુરત વિસ્તારો આવેલા છે. જેને પર્યટનના હિત માટે ખોલવામાં આવે તો વધુ વિદેશી સહેલાણીઓને આકર્ષિ શકાય. ગૃહમંત્રીએ પણ આ પ્રસ્તાવને માન્યતા આપી દીધી છે. જેમ કાશ્મીર સ્વર્ગ સમાન છે એમ હવે અરૂણાચલ પ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય પણ વિકસાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.