Abtak Media Google News

સોનિક ડાન્સ એકેડમીના ધ આઇકોનીક સ્ટાર ડાન્સ શો નિહાળી લોકો દંગ રહી ગયા

મોરબી : ટીવી શો ની ડાન્સ કોમ્પિટિશનોને પણ ટક્કર મારે તેવો ડાન્સ શો રવિવારે મોરબીના ટાઉન હોલના સ્ટેજ પરથી રજૂ થયો હતો, ઉગતા કલાકારોએ પોતાના અદભુત ડાન્સ પર્ફોમન્સ રજૂ કરતા ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા.Img 20180722 Wa0064મોરબીના ટાઉન હોલ ખાતે આજે સોનીક ડાન્સ એકેડમી દ્વારા આગામી  ધ આઇકોનીક સ્ટાર ડાન્સ શો યોજાયો હતો જેમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેસ્ટ સ્ટુડન્ટસ ઓફ ધ યર અને બેસ્ટ ડાન્સિંગ સ્ટારનું સન્માન કરવામાં આવ્યુ હતું, સાથે – સાથે ઉભરતા ડાન્સરોએ ડાન્સના માધ્યમથી પોતાની કલાના કામણ પાથરતા હાજર લોકો આશ્ચર્યચકિત બન્યા હતા.Img 20180722 Wa0065મોરબીના રવાપર રોડ સ્થિત જાણીતી સોનિક ડાન્સ એકેડમી દ્વારા આજે ટાઉનહોલ ખાતે ધ આઇકોનીક સ્ટાર નામના વાર્ષિકોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું, વર્ષીકોત્સવનું આયોજન કોરિયોગ્રાફર રૂપલ દેસાઈ અને જીગ્નેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને સોનિક ડાન્સ એકેડમીના ૧૭ વર્ષ  સફળતાથી પૂર્ણ થવા બદલ આ જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, સી.એ.સમીર મહેતા અને મહેશભાઈ દેસાઈ, ન્યુ એરા પબ્લિક સ્કૂલના ડી.બી. પાડલીયા, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના કૃનાલ મેવા, નેશનલ એકેડમી ઓફ મોરબી સ્કૂલના ક્ષમા અદરોજા, ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમના આનંદ ઠક્કર, સના કાઝી અને ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા મંડળના દેવિકાબેન મહેતા ઉપસ્થિત રહયા હતા.Img 20180722 Wa0071
ટાઉનહોલ ખાતે યોજાયેલ આ અદભુત ડાન્સ શો માં કુલ ૩૫ ડાન્સ રજૂ કરી ૭૫ ઉભરતા ડાન્સરો પોતાની કલાના કામણ પાથરતા ઉપસ્થિત મહાનુભાવો અને ઓડિયન્સ આફરીન પોકારી ગયા હતા.Img 20180722 Wa0068
એવોર્ડ સેરેમનીમાં બેસ્ટ સ્ટુડન્ટસ કલ્પન મહેતા, અયાન અંદાણી, નિખિતા સરવૈયા તેમજ બેસ્ટ ડાન્સર કશીશ જોબનપુત્રા, મનન પરમાર, ધર્મીલ દોશી, ક્રિષ્ના સરવૈયા, નિશલ અદરોજા, આર્યન મહેશ્વરી, પીહુ ગોહેલ અને આરોહી વાગડીયાને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે ભરત નાટ્યમ ડાન્સર મયુરી કોટેચા અને અસલમ જાફરાનીએ સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આદર્શ જોબનપુત્રા અને ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.