Abtak Media Google News

ટ્રેડીશનલ થીમ પર ગરબા રમી ખેલૈયાઓએ કરી છઠ્ઠા નોરતાની ઉજવણી

અબતક રજવાડી રાસોત્સવમાં જેમ જેમ નવરાત્રીના દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે અબતક રજવાડી રાસોત્સવમાં અર્વાચીન ગરબાઓ સાથે હિન્દી સુપરહીટ સોંગ પર પણ ખેલૈયાઓ રમઝટ બોલાવી હતી. Vlcsnap 2018 10 16 11H15M39S84છોગાળા તારા….. તૂને મારી એન્ટ્રી….. જેવા અર્વાચીન ગરબા અને સુપરહિટ હિન્દી ગીતો પર તો ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. સાથે વંદે માતરમ જેવા દેશના ગુણગાન પર પણ ખેલૈયાઓ મન મુકીને રાસે રમ્યા હતા સાથો સાથ નવરાત્રીનો રંગ જામ્યો છે. ત્યારે સુરીલા ગાયકો અને રિધમ સાથે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ રજુ કર્યા હતા.

જયારે છેલ્લા આઠ વર્ષથી રજવાડીમાં હું માતાજીની આરાધના ગ્રુપ સાથે કરું છું. એક મુસ્લીમ પરિવારમાંથી હોવા છતાં મને માતાજી આરાધના કરવાનો અવસર મળ્યો છે. તો એ મારા જીવનની સૌથી મોટી ખુશીની વાત છે. ખેલૈયાઓના રિએકશનથી અમારા સંગીત કલાકારોમાં ઉત્સાહ વધે છે તેવું અબતક રજવાડી રાસોત્સવના સીંગલ રિયાઝ કુરેશીએ જણાવ્યું હતું.Vlcsnap 2018 10 16 11H19M10S113

ગરબાની શરુઆત પહેલા મા આદ્યયાશકિતની આરતી કરી દિવસની શરુઆત કરવાની એક અલગ જ લાગણીની અનુભુતિ થાય છે. સાથો સાથ બસ એક એવી લાગણી જોડાયેલી હોય છે કે અમે લોકો જે કાંઇ સ્ટેજ પરથી ગરબા ગાઇએ અને ખેલૈયાઓમાં ઉત્સાહ વધે બસ તેનાથી જ અમને પણ એક શકિત પ્રદાન થાય છે તેવું એસ.એમ. ગુ્રપના સીંગર અનુ પરમારએ જણાવ્યું હતું.

વધુમાં એસ.એમ. ગ્રુપના અન્ય કલાકાર સંદીપ પ્રજાપતિએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે બસ ખેલૈયાઓને રાજી કરવા માટે જ કદાચ ભગવાને કલાકારનો અવતાર આપ્યો હશે.

અને કહેવાય છે કે સંગીતની ભાષામાં જે ગળામાંથી સ્વર નીકળે તે કાન સુધી પહોંચે છે પરંતુ જે દિલથી અવાજ નીકળે એ લોકોના દિલ સુધી પહોચે છે અને અમારો પ્રયાસ પણ એવો જ હોય છે કે ખેલૈયાઓના દીલ સુધી પહોંચી તેમને ઝુમાડીએ……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.