Abtak Media Google News

દરિયાઇ, હવાઇ અને ભૂમિગત સંરક્ષણ માટે આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સના વપરાશની શકયતા તપાસવા ટીમ બનાવાઇ

દેશન સુરક્ષા માટે આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરાવાનું સરકાર વિચારી રહી છે. સંરક્ષણ મંત્રાલયને તાજેતરમાં સમુદ્રી, ભૂમિ, હવાઇ, સાયબર અને બાયોલોજીકલ શસ્ત્રોથી રક્ષણ માટે આર્ટિફીશેયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવા ભલામણ થઇ હતી.

આ મામલે કેન્દ્રીય સંરક્ષણ રાજયમંત્રી સુભાષ ભામરેએ લોકસભામાં કહ્યું હતું કે, આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સનો ભારતના સંરક્ષણમાં ઉ૫યોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશના અર્થતંત્રના વિકાસની સાથો સાથ સુરક્ષામાં પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઇ શકે છે.

વિગતો અનુસાર ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરની અઘ્યક્ષતામાં બનેલી ટુકડી રાષ્ટ્રીય સુરક્ષામાં આર્ટિફીશીપ ઇન્ટેલીજન્સના ઉપયોગની શકયતા તપાસી રહી છે બીજી તરફ દેશના ડીફેન્સીવ અને ઓફેન્સવ ક્ષેત્રમાં વધુને વધુ આર્ટિફીશેયલ ઇન્ટેલીજન્સના ઉપયોગનો પ્રયાસ પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.