Abtak Media Google News

જીવનથી દુર એક જીવન

બ્રહ્માંડમાં ઇન્ટેલીજન્ટ જીવન શકય હોવાના વૈજ્ઞાનિકોના પ્રયાસને સફળતા: ૭ર નવા રેડીયો તરંગો મળી આવ્યા

જીવનની દુર એક જીવન શોધી કાઢવાના વૈજ્ઞાનીકના પ્રયાસોને એક મોટી સંભળતા હાથ લાગી છે. જી હા, બ્રહ્માંડમાંથી વધુ એક વખત ૭ર ફાસ્ટ રેડીયો બર્સ્ટસ મળી આવ્યું છે જે દર્શાવે છે. પૃથ્વી સિવાય બ્રહ્માંડના અન્ય ગ્રહોમાં પણ માનવ જીવન શકય છે. રેડીયો બર્સ્ટસ કે જે બહારની દુનિયામાંથી આવતા તરંગો છે. જે આ અગાઉ વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત મળ્યા હતા.

બ્રહ્માંડમાં ઇન્ટેલીજન્ટ જીવનની શોધ માટે વૈજ્ઞાનિકોએ દસ કરોડ ડોલરના ખર્ચથી બે્રકયુ લિસન નામનો એક પ્રોગ્રામ કર્યો છે. અને આ જ પ્રોગ્રામ થકી વૈજ્ઞાનિકોને એફઆરબી એટલે કે ફાસ્ટ રેડીયો બર્સ્ટસ મળ્યા છે. સંશોધકે એ ગઇકાલે બેંગલુરુમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, આ તરંગો જે સ્ત્રોતમાંથી આવ્યા છે ત્યાં જીવનની શકયતાનો ઇન્કાર કરી શકાય નહીં.

સોમવારના રોજ મોડી સાંજે સંશોધકોએ જાહેરાતમાં જણાવ્યું કે, આર્ટિફીરયલ  ઇન્ટેલીજન્સની મદદથી ૭ર નવા ફાસ્ટ રેડીયો તરંગની માહીતી મળી છે. જે એફઆરબી ૧ર૧૧૦ર માંથી આવી રહ્યા છે. જેથી આપણે કહી શકીએ કે, આર્ટિકીશ્યલ ઇન્ટેલીજસે બ્રહ્માડમાં જીવનની શકયતા સાબીત કરી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે એફઆરબી-૧૨૧૧૦૨ ની ઓળખ અંગે પહેલી જાહેરાત વર્ષ ૨૦૧૭માં થઇ હતી. જેમાં ૧પ રેડીયો બર્સ્ટસની માહીતી મળી હતી. આ શોધનો શ્રેય યુનિવર્સિટી ઓફ કેલિફોનિર્યયા બર્કલેના પોસ્ટ ડોકટરલ સંશોધક ડો. વિશાલ ગજજરને જાય છે. જે મુળ ગુજરાતમાં છે. જણાવી દઇએ ફાસ્ટ રેડીયો બર્સ્ટસ અથવા એફઆરબી હકીકતમાં માત્ર સંક્ષિપ્ત અવધિ (માત્ર મિલી સેક્ધડોમાં) દુરની આકાશગંગાઓમાંથી આવતી રેડીયો તરંગો હોય છે. જેનાથી જાણ થાય છે કે, આ તરંગોના ઉદભવ સ્થાન પર જીવન શકય છે.

આ તરંગો પ્રથમવાર ઓસ્ટ્રેલીયામાં પાકર્સ ટેલિસ્કોપથી પકડાયા હતા. જેના પછી દુનિયાભરમાં અનેકો રેડીયો ટેલિસ્કોપ દ્વારા એફઆરબી ઓળખાયા હતા. બેક થ્રુ લિસન પ્રોગ્રામના ડાયરેકટર પીટવોર્ડને કહ્યું કે, અવકાશના સૌથી જટીલ અને વણઉકેલ્યા ઉખાણામાંથીના એક ઉખાણા વિશે જાણકારી મળી છે. અને આ માટે લિસન લાયન્સની એક ટીમ દ્વારા પાવરફુલ મશીન લર્નિગ અલગોરિધમ પણ વિકસીત કરાયું છે. જેના દ્વારા ૭ર નવા એફઆરબીની શોધ થઇ છે.

અલ્ગોરિધમ વિકસીત કરનાર સંશોધક ગેરી ઝાંગે કહ્યું કે, રેડીયો ટ્રાન્ઝીસ્ટની ઓળખ મેળવવા માટે હજુ આ શરુઆત છે એવી આશા છે કે આગળ જતાં અનેકો સિગ્નલ પકડી શકાશે અને આની મદદથી બ્રહ્માંડમાં જીવનની શકયતાને પણ સમજી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.