Abtak Media Google News

ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પરનું દબાણ નહીં હટાવવા સહમત થયાનો ઠરાવ

મોરબીના ધરમપુર ગામે સરકારી જમીનમાં થયેલા દબાણ અંગે થયેલી એક અરજીના જવાબ‚પે ધરમપુર ગ્રામ પંચાયતે ગામની ગૌચરની જમીન પરનું દબાણ હટાવવામાં અસહમત હોવાનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો છે. તેવું અરજકર્તા ભરત માવજી માંકાસણએ જણાવ્યું છે.

તો સરકારી ખરાબામાં જે હાલની તકે દબાણ કરી બાંધકામ થઈ રહ્યું છે તેનું પંચરોજ કામ કરી તલાટીએ-મામલતદારને આપ્યું છે ત્યારે મામલતદાર-કલેકટર, તાલુકા વિકાસ અધિકારી કે જીલ્લા વિકાસ અધિકારીની બેદરકારી કે સરકારી પત્રના આદેશનો ઉલ્લંઘન કર્યાનું સ્પષ્ટ જણાય આવે છે. કેમ કે સરકારી જમીન પરના દબાણનો દુર કરાવી સરકારી જમીનને જાળવી રાખવા અંગે તારીખ ૨૬/૨/૨૦૦૪ના મહેસુલ વિભાગના પરીપત્રમાં સ્પષ્ટ સુચના આપવામાં આવી છે પરંતુ તેની કોઈ અમલવારી થઈ નથી તેવું સ્પષ્ટ જણાય છે.

મોરબીના પરા સમાન ધરમપુરમાં સરકારી ગૌચર, સરકારી ખરાબો અને બિનખેતી વિસ્તારના સાર્વજનિક પ્લોટમાં મન પડે તે રીતે જમીન પર દબાણ કરી લેવામાં આવ્યું હોય. આવા દબાણો દુર કરાવવા ધરમપુરના નાગરિક ભરત માંકાસણાએ ગ્રામ પંચાયત ધરમપુર અને જીલ્લા વિકાસ અધિકારી જી.પ.-મોરબીને લેખિત ફરિયાદ કરી છે. તે અરજીનો જવાબ આપવા ધરમપુર ગ્રામ પંચાયતની તા.૧૪/૩/૨૦૧૭ની સામાન્ય સભા મળી હતી. જેના ઠરાવ નં.૪માં ગૌચરની જમીન પર થયેલ દબાણની નામ જોગ, સર્વે નંબર અને વિસ્તાર સહિતની માહિતી આપી છે પણ આ ગૌચરમાં થયેલ દબાણ દુર કરવા અસહમત છે તેવુ સર્વાનુમતે ઠરાવેલી હોય.

આ ગ્રામ પંચાયત વિરુઘ્ધ પંચાયત અધિનિયમ મુજબ જીલ્લા વિકાસ અધિકારી શું પગ લેશે તેના પર મીટ છે. જયારે સરકારી ખરાબામાં જમીન દબાણ કરી પાકા બાંધકામો થઈ રહ્યા છે. તેનું પંચરોજ કામ કરી તલાટી મંત્રીએ મામલતદારને આપ્યું છે. હવે મામલતદાર આ જમીન દબાણ દુર કરાવવા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. એકંદરે સરકારના મહેસુલ વિભાગના પરીપત્રની સુચનાનો અમલ કરવામાં આવે છે કે નહીં તેની પર સૌની મીટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.