Abtak Media Google News

આમળા, બોર, સીતાફળ, શિંગોળા, સંતરા, લીલી બદામ, જામફળ અને હાથલા જેવા ફળોથી બજાર ઉભરાઈ

આમળા1 46બાળકોથી લઈને વૃદ્ધિના પણ ફેવરીટ અતિ ગુણકારી આમળાનું બજારમાં આગમન થઈ ચૂકયું છે. ત્યારે સ્ત્રીઓ શિયાળામાં હળદર-મીઠાવાળા આમળાને આથીને બરણીઓ ભરી રહી છે.

બોર2 44ચણીયા બોર, ગોલા બોર, રામ બોર આમ અનેક પ્રકારના વિવિધ ફળો આવતા હોય છે ત્યારે બાળકોને સૌથી ફેવરીટ એવા ચણીયા બોરનું આગમન થઈ રહ્યું છે. ત્યારે લાલ ચટક ઝીણા-જીણા ચણીયા બોરને લારીમાં જોઈને મોંમા ચોકકસ પાણી આવી જશે.

સીતાફળ3 26કહેવાય છે કે, સીતાજીના આંસુમાંથી સીતાફળનું નિર્માણ થયું હતું. માટે આ ફળ અતિશય મીઠા અને સ્વાદિષ્ટ હોવાની સાથે ગુણકારી પણ છે. ત્યારે મોટી સંખ્યામાં બજારમાં સીતાફળોની આવક થઈ છે અને ખૂબજ વ્યાજબી ભાવે શીયાળુ ફળો વેંચાઈ રહ્યાં છે.

લીલી બદામ4 20પ્રોટીન અને ન્યુટ્રીયન્સથી ભરપુર બદામ આમ તો આપણે બારેમાસ ખાઈએ છીએ પણ શિયાળામાં ખાસ કરીને લીલી બદામનું આગમન થાય છે. ત્યારે શિયાળો જ એવી ઋતુ છે જેમાં તાજી બદામનો લાભ લઈ શકાય. ત્યારે બજારમાં ખાટા-મીઠા મસાલા સાથે લાલ-લીલી બદામ આવી ચૂકી છે.

શિંગોળા5 13કાદવમાં ઉગતુ ખુબજ ગુણકારી અને સ્વાસ્થ્ય વર્ધક ફળ કે જેની આખા વર્ષ દરમિયાન વાટ જોવાતી હોય તેવા રંગેથી કાળા છતાં ગુણથી સફેદ એવા શિંગોળાની આવક થઈ રહી છે. ત્યારે શિંગોળાની ખરીદી માટે લોકોની પડાપડી થઈ રહી છે. શિયાળુ ફળોમાં શિંગોળાનું ખૂબજ જ મહત્વ હોય છે.

જામફળ6 11કહેવાય છે કે, જામફળના ઘણા બધા બીમાંથી એક બી એવું હોય છે કે જેમાં બે લોટા જેટલા પાણીના ગુણ સમાયેલા હોય છે ત્યારે ખાટા મીઠા અને સૌ કોઈના ફેવરીટ એવા લીલા-પીળા જામફળની શરૂઆત થઈ રહી છે અને ભુખ ઉઘડતી હોય તેવા શિયાળામાં જો જામફળ જેવા સ્વાદિષ્ટ ફળોનો લ્હાવો લઈ શકાતો હોય તો આ અવસર ચૂકવા જેવો નથી.

હાથલા7 10કાંટામાં ગુલાબ ઉપરાંત ખીલતુ વધુ એક ફળ કે જે ખૂબજ ગુણકારી છે અને ડાયાબીટીસથી લઈ કેન્સર જેવા જીવલેણ રોગોમાં ઉપયોગી એવા થોર નામે ઓળખાતા હાથલાની પણ શ‚આત થઈ ચૂકી છે. હાથલાને કાંટાવાળા થોરમાંથી વિણવા જેટલા મુશ્કેલ છે તેટલા જ તેના ગુણો ફાયદાકારક સાબીત થાય છે અને શિયાળામાં ખાસ કેન્સર જેવા રોગ માટે હાથલાના જયુસનું પણ ઠેક-ઠેકાણે વેંચાણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.