Abtak Media Google News

પ્રારંભે ઉંચા ભાવ, પણ આવક વધતા ભાવ ઘટવાની સંભાવના

જસદણમાં જામફળ, સીતાફળ, સફરજન જેવા ફળોની સીઝન હવે લગભગ પુરી થવાના આરે છે. હાલ શિયાળાની ફુલ ગુલાબી ઠંડી જામવા મંડી છે. ત્યારે લોકો દેવ દિવાળી અને લગ્નસરાની ખરીદીમાં વ્યસ્ત છે આવા માહોલ વચ્ચે શકિતવર્ધક આમળા શિંગોડા અને નાના મોટાના ખાસ ચણીયા બોરનું આગમન થયું છે. વેપારી પ્રવીણભાઈ જેરામભાઈ ચોવસીયાએ જણાવ્યું હતુ કે ગત વર્ષે સારા વરસાદને કારણે વિવિધ ફળોની ધૂમ આવક છે. હાલ આમળા, શિંગોડાના ભાવો થોડા ઉંચા છે. પણ વધુ આવકથી ઘટી જશે, તેવી આશાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.