Abtak Media Google News

૪૦૫ યુરો ચલણ મળી આવ્યું

ભુજ :  શહેર એ ડીવીઝ ના પી.આઈ  એમ.આર.બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન  સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ એક ઈશમ પાસેથી યુરો ચલણ મળી આવતા તેની પુછપરછ કરતાં આ યુરોચલણ આજથી દશેક દિવસ અગાઉ કુકમા ગામની સીમ વિસ્તારમાં આવેલ ” વેલ કંચન ફાર્મહાઉસ ” માંથી ચોરીની કબુલાત કરતાં જે બાબતે પધ્ધર પોલીસમાં જાણ કરી મ આ મુદામાલ ચોરી થયેલ હોવાનું જણાવેલ જેથી  આરોપી   મનજીભાઈ જેસાણી ( પટેલ ) ઉ.વ -૩૨ રહે હાલે બળદિયા ઉપલો વાસ તા- ભુજ મુળ રહે – વાંકી તા – મુંદ્રા મળેલ મુદામાલ ૧૦૦/-યુરો ચલણની ચાર નંગ ચલણી નોટો તથા પાંચ યુરો ચલણની ચલણી નોટ નંગ -૧ એમ કુલ્લે – ૫ યુરો ચલણ ની ચલણી નોટો મળી આવેલ જે એક યુરો ચલણ ની ભારતીય નાણાં મુજબ કિ.રૂ -૮૦ લેખે કુલ્લે -૪૦૫ યુરો ચલણ ની ભારતીય કિમત આશરે રૂપીયા -૩૪૮૩૦ આમ ઉપરોક્ત કામગીરી પી.આઈ  એમ.આર બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ કીશોરસિંહ બી જાડેજા તથા પો.હેડ.કોન્સ સુરેન્દ્રસિહ વી ઝાલા તથા પો.હેડ.કોન્સ બલભદ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ . પુથ્વિરાજસિંહ ડી જાડેજા તથા પો.કોન્સ સંજય દેસાઈ નાઓ જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.