Abtak Media Google News

ધરાર ભાગીદાર બની રૂ.૭૦ લાખ વસુલ કર્યાનો ત્રણ વર્ષ બાદ નોંધાયો ગુનો

સામાકાંઠા વિસ્તારના બાંધકામના ધંધાર્થીના ધરાર ભાગીદાર બની રૂા.૭૦ લાખની ખંડણી પડાવવાના ત્રણ વર્ષ બાદ નોંધાયેલા ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી એકની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર શિવસૃષ્ટિ પાર્કમાં રહેતા અને ચંપકનગરમાં કુબેર હોટલ ધરાવતા ધવલ ભરતભાઇ મીરાણીએ ભૂપત વિરમભાઇ ભરવાડ અને રાકેશ ધીરજલાલ પોપટે રૂા.૭૦ લાખ બળજબરીથી પડાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધવલ મીરાણી કુવાડવા રોડ પર ૨૦૧૭માં પ્લોટ ખરીદ કર્યો હતો તે પ્લોટ પોતાને ખરીદ કરવાનો હતો તેમ કહી રૂા.૨ કરોડનું નુકસાન થાયનું કહી રૂા.૫૦ લાખ અને પ્રફુલભાઇ સાથે ભાગીદારીમાં મકાન ખરીદ કવા રૂા.૩૩ લાખ અને રૂા.૨ લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનરકારના હપ્તા ભરવા દબાણ કરી રૂા.૭૦ લાખ બળજરીથી પડાવ્યાનું ફરિયાદમાં જણાવતા ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી.વી.બસીયા, પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. વનરાજસિંહ જાડેજા, જેબલીયા સહિતના સ્ટાફે ગતરાતે ભૂપત ભરવાડની ધરપકડ કરી છે.ભૂપત ભરવાડ સામે અગાઉ મારામારી, ખૂન, ખૂનની કોશિષ અને આત્મહત્યાની ફરજ પાડવા અંગેના ગુના નોંધાયા છે. જ્યારે રાકેશ પોપટ સામે પણ આત્મહત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.

દસ દિવસના રિમાન્ડની માગણી સાથે પોલીસે ભૂપત ભરવાડને કોર્ટમાં રજુ કરાયો છે. અને રાકેશ પોપટની શોધખોળ હાથધરી છે.

ભૂપત ભરવાડ સામે ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ

ભૂપત ભરવાડ અને રાકેશ પોપટે ધાક ધમકી દઇ જમીન હડપ કર્યાની અને બળજબરીથી ખંડણી વસુલ કર્યા અંગેની અનેક ફરિયાદના આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા એસીપી ડી.વી.બસીયાએ અનુરોધ કરી તેની સામે ફરિયાદ કરશ તેને પોલીસ રક્ષણ આપવામાં આવેશે તેવી ખાતરી આપી હતી. તેમજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આપવતા ડર હોય તો તેઓએ એસીપી ડી.વી.બસીયા ૯૯૦૯૪ ૬૩૦૬૦, પી.આઇ. વી.કે. ગઢવી ૯૭૧૨૫ ૬૯૭૭૭ અને પી.એસ.આઇ. વી.જે.જાડેજા ૯૯૨૫૦ ૪૨૪૨૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.