ભારતમાં ‘આરોગ્ય સેતુ’ એપે સારૂ કામ કર્યું: ડબલ્યુ.એચ.ઓ.

કોરોના કાળમાં ભારતની કામગીરીની પ્રશંસા કરતા વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા

રસીના ભરોસે રહેવાને બદલે ઉપલબ્ધ સાધનોથી જીવ બચાવવો જોઈએ

કોરોનાના કપરા સમયમાં ભારતે કરેલી કામગીરી અને ખાસ કરીને ભારતમાં બનાવાયેલ ‘આરોગ્ય સેતુ’ એપની વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડોસ એડનોમ ગ્રેબિયેસસે પ્રશંકા કરી છે.

કોરોના વાયરસના કેસ વધતા જાય છે. અને રસી શોધવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડોસે જણાવ્યું હતુ કે આપણે રસીના ભરોસે રહેવાની જરૂર નથી પણ આપણી પાસે જે સંશાધનો ઉપલબ્ધ હોય તેનો મહત્તમ ઉપયોગ કરીને આપણા જીવ બચાવવાની કોશિષ કરવી જોઈએ.

રિજીયોનલ કમીટીની બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું કે કોવેકસ વેકસીન સગવડતાઅને ઉપલબ્ધ સાધનોના આધારે આપણે સૌને સુરક્ષીત રાખવાની અને અસરકારક રસી ઉપલબ્ધ કરાવવાની કોશિષ કરીશું પણ આપણે ફકત રસીના આધારે જ બેસી શકીએ નહી અત્યારે આપણી પાસે જે સાધન સગવડો હોય તેના આધારે જ માનવ જીંદગી બચાવવાની કોશિષ કરવી જોઈએ.

કોરોના વાયરસે દુનિયાની સ્વાસ્થ્ય પ્રણાલી સમાજ અને અર્થ વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખી છે દરેક જગ્યાએ કોરોનાના કેસો વધી રહ્યા છે. એવા સમયે દરેક દેશે સર્તક રહેવાની જરૂર છે. વાયરસ આપણી વચ્ચે જ છે અને લોકો ઉપર ખતરો બનેલો જ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે ચાર મહત્વની બાબતોનું ધ્યાન રાખવા વિશ્વ ને અપીલ કરી છે.

ભીડ-ટોળા અટકાવો: ટેડ્રોસ કહે છે કે દેશોએ પોતાના વિસ્તારમાં સ્ટેડિયમ, નાઈટ કલબ, ધાર્મિક સ્થળો અને જયાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય તેવી જગ્યાએ લોકોને મોટી સંખ્યા એકત્ર થતા અટકાવવા જોઈએ કારણ કે આ ભીડ ટોળાના કારણે જ અંદરો અંદર કોરોના સહેલાઈથી પ્રસરે છે.

બિમાર લોકોનું વધુ ધ્યાન રાખો: આપણે આપણા ઘરમાં વૃધ્ધો તથા બિમાર વ્યકિતનું વધુ ધ્યાન રાખવું જોઈએ જેથી આરોગ્ય તંત્ર ઉપર વધારાનો બોજ ને અટકાવી શકાય અને લોકોના જીવ બચાવી શકાય.

આસપાસનાં લોકોને શિક્ષીત કરો: પોતાને તથા બીજાને સંક્રમણથી બચાવવા માટે તમારી આસપાસનાં લોકોને શિક્ષીત કરો અને સશકત બનાવો લોકોને સામાજીક અંતર હાથની સ્વચ્છતા અને માસ્ક વિશે જાગૃત કરો કારણ કે એજ માનવ જીંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકો છે.

જાહેર અરોગ્ય પર ધ્યાન આપો: તમામ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને કોરોનાના કેસ શોધવા, ટેસ્ટ કરવા, દર્દીઓને આઈસોલેટ કરવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની પ્રાથમિકતા હોવી જોઈએ.

ગેબિયેસસે વધુમાં જણાવ્યું કે જે દેશ આ ચાર મહત્વની બાબતોનું ધ્યાન રાખે છે. તે દેશમાં કોરોનાને ફેલાતો અને ફરી થતો અટકાવી શકાય છે. છેલ્લા ચાર દિવસોમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું કે કોરોના સામેનો જંગ લડવા ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકા મહત્વની છે. આ તકે તેમણે ભારતે વિકસાવેલો આરોગ્ય સેતુ એપની ભરપૂર પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું કે ભારતમાં લાખો લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે. તેનાથી આરોગ્ય તંત્રને કલસ્ટર વિસ્તારો શોધવાની અને ટેસ્ટીંગ વધારવા મદદ મળશે.

આ એપનો ઉપયોગ કરનારાને કોરોના ફેલાયો હોય કે વધુ વ્યાપ હોય તેવા વિસ્તારોની જાણકારી મળી રહે છે. એટલું જ નહી આ એપથી ઉપયોગ કરનારને પરીક્ષણ કરાવવા તેનું પરિણામ જાણવા અને તે જયાં જયાં જાય છે. તે જ જગ્યાને ટ્રેક કરવાની તથા સ્થાનિક વિસ્તારમાં પ્રવર્તમાન પ્રતિબંધો અંગે જાણકારી મળી રહે છે.

Loading...