આર્મેનિયા અને અઝરબૈજાન યુધ્ધવિરામ માટે સહમત

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો અંત આવે તેવી આશા છે. બંને દેશ યુદ્ધવિરામ માટે સહમત થયા છે. નાગોર્નો-કારાબાખમાં યુદ્ધવિરામ થવાથી અનેક લોકોના જીવ જતાં બચી જશે.

બંને દેશોના વિદેશ પ્રધાનોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, યુદ્ધવિરામનો હેતુ કેદીઓની અદલાબદલી કરવી અને મૃતદેહો લેવાનો છે. અન્ય બાબતો પછીથી સંમત થશે. આર્મેનિયા અને અઝરબૈજાનના વિદેશ પ્રધાનો વચ્ચે વાતચીત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના આમંત્રણ પર થઈ હતી. આ ઘોષણા પૂર્વે રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવની દેખરેખ હેઠળ બંને દેશોના વિદેશ પ્રધાનોએ 10 કલાક મોસ્કોમાં વાતચીત કરી હતી. લવરોવે કહ્યું કે આ યુદ્ધવિરામ વિવાદના સમાધાન માટે વાટાઘાટોનો માર્ગ મોકળો કરશે. બંને દેશો વચ્ચે સંઘર્ષ 27 સપ્ટેમ્બરના રોજ નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં શરૂ થયો હતો, આ ક્ષેત્ર અઝરબૈજાનની સરહદમાં આવે છે, પરંતુ સ્થાનિક કક્ષાએ આર્મેનિયન દળો દ્વારા વિસ્તારનું નિયંત્રણ છે. 1994માં યુદ્ધ સમાપ્ત થયા પછી હમણાં થયેલો તણાવ આ ક્ષેત્રનો સૌથી ગંભીર સંઘર્ષ છે. આ યુધ્ધમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Loading...