ગ્રાફિકસ-વેબ ડિઝાઈન, થ્રી-ડી એનિમેશન ક્ષેત્રમાં ૨૦ વિદ્યાર્થીઓને રોજગારી અપાવતુ એરેના એનિમેશન

કોરોના મહામારીના સમયમાં એરેના એનિમેશન ગોંડલ રોડ શાખા દ્વારા ગ્રાફિકસ-વેબ ડિઝાઈન, થ્રી ડી એનિમેશન જેવા અલગ-અલગ ક્ષેત્રમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. આજના સમયમાં રોજગારીએ અમુલ્ય વાત કહેવાય અને એમાં પણ જયારે આખા વિશ્વમાં કોરોના જેવી મહામારીમાં જયાં લોકો પોતાની નોકરી અથવા ધંધા ગુમાવી રહ્યા છે ત્યાં રાજકોટમાં આવેલું ૧૦ વર્ષથી પણ વધુ સમય કાર્યરત એરેના એનિમેશન ગોંડલ રોડ બ્રાન્ચ દ્વારા જુન-૨૦૨૦ અને જુલાઈ-૨૦૨૦ મહિનામાં ૨૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને અલગ-અલગ ક્ષેત્રમાં નોકરી અપાવી છે જેમાં ગ્રાફિકસ ડિઝાઈન, વેબ ડિઝાઈન અને થ્રીડી એનિમેશનનો સમાવેશ કરાવવામાં આવ્યો છે. આ માટે એરેના એનિમેશનના ડિરેકટર અને ૬૬માં નેશનલ એવોર્ડ વિનર વિનિત કનોજીયાના માર્ગદર્શન હેઠળ એકેડેમિક એન્ડ સેલ્સ ટીમના સખત પરિશ્રમનો ખુબ જ મહત્વનો ફાળો છે. આ સિદ્ધિ જોઈને એરેના એનિમેશનમાં બીજા વિદ્યાર્થીઓમાં ખુશી લહેર પામી છે.

Loading...