Abtak Media Google News

દરેક ફળની અનેક વિશેષતા અને તેના અલગ પોષણ તત્વો મળી રહે છે. ત્યારે આજકાલના બાળકો તેને ખાતા નથી અને તે ફળનું નામ સાંભળતા દૂર ભાગે છે. ત્યારે દરેક બાળક માટે ફળ તે ખૂબ ગુણકારી હોય છે. ત્યારે તેને અવશ્ય આ એક દેખાવમાં થોડું ખરાબ અને ખરબચડું તેવું આ કિવી જોયું જ હશે. તો શું તમને ખબર આ એક ફળમાં છે કેટલાં ગુણ. તેની શું છે આરોગ્યમાં શું વિશેષતા ? તેવું આ નાનકડા ફળ વિશે અવશ્ય જાણો આટલું અને તમારા બાળકને તે ખવડવો આ ફળ જેનાથી થશે અનેક બિમારી દૂર.

એક કિવીમાં કેટલાં પોષણ તત્વો છુપાયેલા હોય છે ?

જ્યારે કોઈ પણ ૧૦૦ ગ્રામ કિવી ખાય તો તેમાં એવું કહેવામાં આવે છે કે તેમાં આશરે ૬૧ ગ્રામ કેલેરી મળે છે 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, 25 માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલા છે. અનેક વાર ઘણા ડોકટર પણ આ ફળ ખાવાની સલાહ આપે છે. કિવી તે મુખ્ય રીતે બે પ્રકારના હોય છે એક ગ્રીન અને યેલો આ બન્ને ખાવાના અનેક ફાયદા થાય છે. તો કિવી ખાવ અને આરોગ્યને એકદમ શ્રેષ્ટ બનાવો. ત્યારે આ ફળની આવી અનેક વાત તમને પણ કરી દેશે આ ફળ ખાતા.

કિવીની દરેક વાત એક અલગ છે. આ ફળ તે લોહીનું પરિભ્રમણ વધારે છે આથી નસોમાં લોહી જમા થવા દેતું  નથી જેથી અનેક રોગોથી આ ફળ કિવી ફાયદાકારક છે.

  • કિવી તેમાં ખૂબ સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનાથી હૃદયની અનેક ગંભીર બીમારીથી જેમકે લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક બચી શકાય છે અને તેના સેવનથી બચી શકાય છે.
  • કિવીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેથી તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
  • કિવીને રાતે સૂતા  પહેલાં ખાવાથી મન શાંત રાખે છે અને ઊંઘ પણ સારી અપાવે છે તેનાથી ૫-૧૩% ઊંઘ સારી આવે છે.
  • કિવીમાં અનેક ઇન્ફલેમેટ્રી ગુણ છે જેમાં સૂજનની અનેક સમસ્યા દૂર થાય છે.
  • કિવીમાં લ્યુટિનનું પ્રમાણ પણ સારું હોય છે. તે આંખને લગતી અનેક સમસ્યાને દૂર કરે છે.

કિવીનો ઉપયોગ અનેક રીતે કરી શકાય જેમકે જ્યુશ, દહીનું રાઈતું, ડેસર્ટ જેવી અનેક વાનગીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તો અવશ્ય કિવી ખાવ અને આપો તમારા આરોગ્યને આવા અનેક લાભ જેનાથી તમે રહી શકો અનેક રોગોથી દૂર.

7537D2F3 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.