Abtak Media Google News

છેલ્લા થોડા સમયથી GOOGLE સતત ભારતીય યૂઝર્સ માટે અનેક નવા ફિચર્સ લોન્ચ કરી રહ્યુ છે. તાજેતરમાં લોન્ચ થયેલા નવું ફિચર હોય કે પછી ગૂગલ આસિસ્ટન્ટ, કંપની સતત એક્ટિવ મોડમાં છે. હવે GOOGLE ભારતમાં લોન્ચ કર્યું જોબ સર્ચ નામનું એક ફિચર લૉન્ચ કર્યું.

Thesiliconreview Google Job Search Update

હવે આ જોબ સર્ચની મદદથી ભારતીય બેરોજગારો આની મદદથી જોબ સરળતાથી શોધી સકશે. ગૂગલના આ નવા ફિચર માટે ઘણી સારી જૉબ્સ ફર્મ્સ અને વેબસાઇટ જેવા કે TimesJOb, Shince.cCom અને LinkedIn ની સાથે મર્જ થઈને પાર્ટનરશિપ કરી છે. આ નવા ફિચરથી ગૂગલ ઇચ્છે છે કે યૂઝર્સ સરળતાથી જૉબ શોધી શકે. આ ઉપરાંત ગૂગલ જોબ સર્ચની સૌથી મોટી ખાસિયત એ છે તમને લોકેશન બેસ્ડ રિઝલ્ટ મળશે.

Google Job Search Mobile Ss 1920મહત્વની વાત એ છે કે, ગૂગલ એ કર્મચારીઓ અને કંપનીની સરળતા માટે ઑપન ડૉક્યુમેન્ટેશન પણ રિલીઝ કરી દીધા છે, જેની મદદથી નાના-મોટા ઑર્ગેનાઇઝેન્સની નોકરી શોધવી સરળ થઇ જશે. જોબ સર્ચ કરવા પર તમને 3 કેટેગરી મળશે- જોબ, સેવ્ડ અને અલર્ટ. નવા જૉબ ફિચર એન્ડ્રોઇડ અને iOS એપ સિવાય ડેસ્કટૉપ અને મોબાઇલ પર ગૂગલ સર્ચમાં મળશે. અલર્ટમાં તમને તમારા સર્ચના આધારે નોટિફિકેશન મળશે.આ ઉપરાંત આ નવા અને લેટેસ્ટ ફીચર્સમાં લોકેશન, સ્કીલ, એમ્પ્લોયર અને જોબ પોસ્ટિંગની તારીખ જેવા ઘણાં ફિલ્ટર્સ છે, જેના આધારે રિઝલ્ટ મળશે.

Google Job Search

ગૂગલ જોબ સર્ચમાં તમને છેલ્લો દિવસ, છેલ્લા 3 દિવસ, છેલ્લું અઠવાડિયું અને છેલ્લા મહિના સુધીની જોબ વેકેન્સી અંગેની તમામ માહિતી મળશે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે જ ગૂગલે ભારતમાં જોબ સર્ચ ફિચર લોન્ચ કરવાની માહિતી આપી હતી અને ગૂગલે આ અંગેની જાહેરાત વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં કરી હતી. છેલ્લે GOOGLE ભારતમાં આ જોબ સર્ચસ ભારતમાં લોન્ચ કરી જ દીધું…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.