તમે ભુલકણા છો? તમારા મગજનાં ચેતાતંત્રની મર્યાદા પરખાઈ

407

વૈજ્ઞાનિકો અનેકવિધ સિદ્ધિઓને હાંસલ કરી રહ્યા છે ત્યારે લોકોમાં ઉદભવિત થયેલા પ્રશ્ર્ન કે અનેકવિધ સમયે યાદ રાખવામાં આવેલી વાતોને પણ કેવી રીતે ભુલી જવાય છે તે દિશામાં વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું તેમાં તેઓએ ઉંદર ઉપર સંશોધન કરતા એ વાતની પુષ્ટિ થઈ છે કે, મગજની યાદશકિતને ભુલવાડી દેતા જે ચેતા કોર્સ છે તેની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે જેનાં કારણોસર એ વાતની પુષ્ટિ થઈ છે કે શું કામ ભુલકણા છે. આ સમસ્યા માત્ર ભારત પુરતી જ નહીં પરંતુ વિશ્ર્વભરનાં લોકોને ચિંતાતુર કરે તેઓ પ્રશ્ર્ન છે ત્યારે જાપાનને વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે તેઓને ખરી સિદ્ધિ હાંસલ થઈ છે.

સંશોધનકારોએ દલીલ કરી છે કે, ભુલી જવું તે મગજ માટેનાં સક્રિય મેકેનીઝમનો એક ભાગ છે કે જે મગજની બિનજરૂરી માહિતીઓને દુર કરવા માટે રોજીંદી કામ કરે છે જેથી નવી વાતો મગજમાં સ્ટોર થઈ શકે જે કામ મગજમાં રહેલા ચેતા તંત્ર એટલે ચેતા કોર્સનું કામ છે. મગજમાં ચેતા કોર્સનાં જુથ નિર્દેશ કરતાની સાથે જ મગજને તે વાત ભુલી જવા માટે મદદ કરવા માટે જવાબદાર હોય છે ત્યારે જાપાનની નાગોવા યુનિવર્સિટીનાં ન્યુરો સાયન્ટીસ અને તેમની ટીમે ઉંદરોમાં નિંદ્રાનાં નિયમનનો અભ્યાસ કરતી વખતે ચેતા કોર્સની શોધ કરી હતી.

મગજનાં મોટાભાગનાં ચેતા કોર્સોથી વિપરીત જે પ્રાણીઓ જાગૃત હોય અને સક્રિય હોય છે તેમાં સુઈ રહેલા પ્રાણીને આરઈએમ સ્લીપ કહેવાતા તબકકામાં હોવાથી ઈલેકટ્રીક સિગ્નલ કે જે તેમને મગજથી મળે છે તે સક્રિય રીતે ચલાવવાનું શરૂ કરે છે. આ તબકકે ઝડપી આંખની ગતિ, એલીવેટેડ પલ્સ, મગજની અનન્ય તરંગો અને માણસોમાં સપના દ્વારા વર્ગીકૃત થયેલી ચીજવસ્તુઓને ભુલવવા માટે ચેતા કોર્સ મહત્વનું કાર્ય કરે છે. પ્રથમ સંશોધનકારોએ એક નાના પ્લાસ્ટીકનાં કેળા અને લાકડાનાં રમકડા સાથે ઉંદરને રજુ કર્યો હતો. દરેક પ્રાણીએ બંને વસ્તુઓને સુંઘી લીધા બાદ સંશોધનકારોએ કૃત્રિમ રીતે સક્રિય અથવા અવરોધીત કર્યા બાદ ફરીથી ઉંદરને પાછા પરીક્ષણ માટે પાંજરામાં મુકી દીધા હતા જયાં એક રમકડું નવી વસ્તુ માટે ફેરવાઈ ગયું હતું. ઉંદરોમાં રહેલા ચેતા કોર્સ ચાલુ કરવાથી તેમની મેમરીમાં ફેરબદલ જોવા મળ્યો હતો અને ઉંદરને યાદ હતું કે, તે કયાં રમકડાને પહેલેથી સુગંધિત કર્યા હતા આથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢયું હતું કે, મગજમાં રહેલા ચેતા તંત્ર અને ચેતા કોર્સનાં કારણે લોકો ભુલી જતા હોય છે.

Loading...