ગીર સોમનાથ જિલ્લાના આઠ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ.૧૨૫.૦૩ લાખ મંજુર

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૧૨૫.૦૩ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

ઉના તાલુકાના વાસોજ, ગીરગઢડા તાલુકાના બોડીદર, તાલાળા તાલુકાના ગાભા, સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા બંદર, વેરાવળ તાલુકાના દેદા, બોળાસ, ડારી ગામને પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ ૧૭૧૦ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, માહિતી ખાતાના અનવરભાઇ સોઢા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...