Abtak Media Google News

ફલુડીઝેડ બેડ પ્રોસેસર, હાઈ પરફોર્મન્સ લિકિવડ કોમેટોગ્રાફક્ષ-પ્રિયરેટિવ, સોલિડ ફેઝ એકસ્ટ્રાકટર સાધનો ખરીદવાની મંજૂરી

સૌરાષ્ટ્ર યુનિ.ની ફાઈનાન્સ કમિટીની બેઠક ૨૨ ઓગષ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ મીટીંગમાં કેમ્પસમાં વિવિધ ફાઈનાન્સીયલ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિ.ના કાટીંગ કામના અને લોડીંગ અનલોડીંગ કામના રેટ કોન્ટ્રાકટર એક વર્ષ માટે વધારવા અંગે આજની ફાઈનાન્સ કમીટીની બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે નિયત સમય મર્યાદામાં ઈ-ટેન્ડરીંગ કરવા નિર્ણય કરવામાં આવેલ હતો.

વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં જુદી જુદી રમતોમાં ભાગ લેનાર ભાઈઓ બહેનોની ટીમ માટે ટ્રેકસુટ ખરીદવા અંગે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે રૂ.૨,૯૪,૪૦૦નો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.

કેમ્પસ પર સ્થિત ફાર્મસી ભવનમાં બેટરી ખરીદવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી તે પરત્વે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે લોએસ્ટ ભાવ રૂ. ૯૦૧૪૪નો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.

કેમ્પસ પર ફાર્મસી ભવનમાં ડીસોલ્યુસન ટેસ્ટ સાધનની ખરીદી માટે ઈ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવેલ હતી, તે પરત્વે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરી લોએસ્ટ ભાવ રૂ. ૩,૭૦,૦૦૦ તથા અન્ય ટેક્ષ સાથેનો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો. ઉપરાંત કેમ્પસ પર ફાર્મસી ભવનમાં ફલુડીઝેડ બેડ પ્રોસેસર સાધનની ખરીદી માટે ઈ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામા આવેલ હતી તે પરત્વે આજની ફાઈનાન્સ કમીટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરી લોએસ્ટ ભાવ રૂ.૯,૩૦,૦૦૦ તથા અન્ય ટેક્ષ સાથેનો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો. ઉપરાંત કેમ્પસ પર ફાર્મસી ભવનમાં હાઈ પફોર્મન્સ લીકવીડ સોલીડ સાધનની ખરીદી માટે , ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવેલ હતી. તે પરત્વે આજની ફાઈનાન્સ કમીટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરી લોએસ્ટ ભાવ રૂ. ૩૬૦૦૦ તથા અન્ય ટેક્ષ સાથેનો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.

કેમ્પસ પર ફાર્મસી ભવનમાં સોલીડ ક્રેઝ એકસ્ટ્રાકટર સાધનની ખરીદી માટે ઈ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવેલ હતી તે પરત્વે આજની ફાઈનાન્સ કમીટીની બેંકમાં ચર્ચા વિચારણા કરી લોએસ્ટ ભાવ રૂ. ૩૬૦૦૦૦ તથા અન્ય ટેક્ષ સાથેનો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો. તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગની કામગીરી અંગે જી.આઈ.પી.એલ., ગાંધીનગર તરફથી આવેલ રીન્યુઅલ પ્રપોઝલ અંતર્ગત કુલ ખર્ચ રૂ. ૧૯,૮૧,૦૬૬ પરત્વે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. અને સર્વાનુમતે સદરહું ખર્ચ મંજૂર કરવામાં આવેલ હતો. તેમજ ફાર્મસીક ભવનમાં લેબોરેટરી માટેના ૨૭૦ નંગ સ્ટીલ સ્ટૂલ ખરીદ કરવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતો. તે પરત્વે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરી લોએસ્ટ ભાવ રૂ. ૩,૮૦,૭૦૦ તથા અન્ય ટેક્ષ સાથેનો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામા આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિ.ના જુદા જુદા ભવનો માટે એચઓએફ કંપનીની અલગ અલગ મોડેલોની ચેર ખરીદવા અંગેના ભાવોમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકસના માળખામાં ફેરફાર કરી જીએસટી લગાડેલ હોય તે પરત્વે ચેર ખરીદી અંગેના ટેકસની બાબતમાં ફેરફાર અંગેના ખર્ચની મંજૂરી અંગે આજની ફાઈનાન્સ કમીટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. અને ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. અને ચર્ચા વિચારણાને અંતે ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.

આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય ડો. ભાવિનભાઈ કોઠારી ડો. નેહલભાઈ શુકલ ડો. વિજયભાઈ પટેલ, ડો.જી.સી. ભીમાણી, ડો. ધરમભાઈ કાંબલીયા, કુલસચિવ ડો. ધીરેન પંડયા તથા મુખ્ય હિસાબી અધિકારી એન.ખેર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.