Abtak Media Google News

ગત વર્ષના પેવર એક્શન પ્લાન હેઠળ ત્રણેય ઝોનના કુલ રૂ. ૩૩ કરોડ પૈકી રૂ. ૩૧ કરોડના રોડના કામો પૂર્ણ: મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરની આવશ્યકતા અનુસાર રસ્તાના કામો હાથ ધરવામાં આવે છે અને આ માટે પેવર એક્શન પ્લાન બનાવવામાં આવેલ છે. જેમાં વર્ષ : ૨૦૧૮-’૧૯ માટેના સમયગાળામાં થયેલા રસ્તાના કામો અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વર્ષ : ૨૦૧૮-’૧૯ માટે શહેરના ઝોન દીઠ અગિયાર કરોડ રૂપિયા લેખે ત્રણેય ઝોનના કુલ રૂ. ૩૩ કરોડના પેવર કામો મંજુર કરવામાં આવ્યા હતાં ;  જે પૈકી આશરે રૂ. ૩૧ કરોડના એટલે કે, મોટાભાગના જરૂરીયાત મુજબના પેવર કામો પૂર્ણ થયા છે ને બાકીનું કામ ચાલી રહયું છે. જ્યારે વર્ષ ૨૦૧૯-’૨૦ માટે પ્રથમ ફેઇઝમાં સમગ્ર શહેરમાં કુલ રૂ. ૨,૪૬૧ લાખના પેવર કામો પૈકી વેસ્ટ ઝોનમાં કુલ રૂ. ૯૬૬ લાખના પેવર કામો, સેન્ટ્રલ ઝોનમાં કુલ રૂ. ૬૫૯ લાખ અને ઈસ્ટ ઝોનમાં કુલ રૂ. ૮૩૬ લાખના પેવર કામો હાથ ધરવામાં આવશે.

કમિશનરે વિશેષમાં કહ્યું કે, શહેરના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ એમ ત્રણેય ઝોનને બબ્બે ભાગમાં વહેંચી સબ ઝોન પાડવામાં આવેલ. વેસ્ટ ઝોનના સબ ઝોન-૧માં વોર્ડ નં. ૧,૯,૧૦ અને સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૮,૧૧,અને ૧૨નો સમાવેશ થાય છે. એવી જ રીતે સેન્ટ્રલ ઝોનના સબ ઝોન-૧માં વોર્ડ નં. ૨,૩,૭  અને સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૧૩,૧૪,૧૭ તથા ઈસ્ટ ઝોનના સબ ઝોન-૧માં વોર્ડ નં. ૪,૫,૬ અને સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૧૫,૧૬,૧૮નો સમાવેશ થાય છે. દરેક સબ ઝોનમાં પેવર એક્શન પ્લાન મુજબ સાડા પાંચ કરોડના કામો કરવાની સૈધાંતિક મંજુરી અપાયેલ અને તેના આધાર પર જે તે સબ ઝોનમાં આવશ્યકતા અનુસાર પેવર કામો કરાયા હતાં. જે પૈકી સબ ઝોન-૧માં વોર્ડ નં. ૧,૯,૧૦માં ‚રૂ. ૫૧૭ લાખના કામો અને સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૮,૧૧,અને ૧૨માં રૂ. ૪૨૭ લાખના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતાં. આ બંને સબ ઝોનમાં વર્ષ ૨૦૧૯-’૨૦ માટે અનુક્રમે રૂ. ૪૬૬ લાખ અને રૂ. ૫૦૦ લાખના કામો મંજુર કરવામાં આવેલ છે.

દરમ્યાન, સેન્ટ્રલ ઝોનના સબ ઝોન-૧માં વોર્ડ નં. ૨,૩,૭માં કુલ રૂ. ૫૫૦ લાખના કામો પૈકી રૂ. ૯૦ લાખના કામો હાલ પ્રગતિમાં છે જ્યારે સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૧૩,૧૪,૧૭ રૂ. ૫૫૦ લાખના કામો પૂર્ણ કરાયા છે. આ બંને સબ ઝોન માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે અનુક્રમે રૂ.૩૧૭ કરોડ અને રૂ. ૩૪૨ કરોડના કામો મંજુર કરાયા છે. જ્યારે ઈસ્ટ ઝોનના સબ ઝોન-૧માં રૂ. ૫૦૦ લાખના કામો પૂર્ણ કરવામા આવેલ છે અને વોર્ડ નં. ૪,૫,૬ અને સબ ઝોન-૨ માં વોર્ડ નં. ૧૫,૧૬,૧૮માં કુલ રૂ. ૫૦૦ લાખના કામો પૈકી રૂ. ૨૫ લાખનું એક કામ વોર્ડ નંબર-૧૫માં ડ્રેનેજ પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે. આ બંને સબ ઝોન માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે અનુક્રમે રૂ.૩૬૨ કરોડ અને રૂ. ૪૭૪ કરોડના કામો મંજુર કરાયા છે.

આમ વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રથમ ફેઇઝમાં સમગ્ર શહેરમાં કુલ રૂ.૨૪.૬૧ કરોડના પેવર કામો પૈકી વેસ્ટ ઝોનમાં કુલ રૂ. ૯૬૬ લાખના પેવર કામો, સેન્ટ્રલ ઝોનમાં કુલ રૂ. ૬૫૯ લાખ અને ઈસ્ટ ઝોનમાં કુલ રૂ. ૮૩૬ લાખના પેવર કામો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.