Abtak Media Google News

ખંભાળીયા નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન દીપેશભાઈ પી.ગોકાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. જેમાં નગરપાલિકાની કારોબારી સમિતિના સદસ્યો ઈશાભાઈ હાજીભાઈ ઘાવડા,  પ્રતિભાબેન જીતેન્દ્રભાઈ નકુમ, મહીપાલસિહ પ્રવિણસિંહ રાઠોડ, કિરીટભાઈ રણછોડભાઈ ખેતીયા, સોનલબેન નાથાભાઈ વાનરીયા, રમેશભાઈ સુંદરજી રાયચુરા તથા જગદીશ દયાશંકર ખેતીયા તથા જયશ્રીબેન રવજીભાઈ ધોરીયા ઉપસ્થિત રહેલ હતાં. આ મીટીંગમાં કુલ ૯ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

આ કારોબારી સમિતિની બેઠકમાં મુખ્યત્વે નગરપાલિકાની ગત તા.૧/૧૨/૨૦૧૮ની કારોબારી સમિતિની બેઠકના ઠરાવોનું વાંચન કરી બહાલ રાખવા બાબત., સને ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯ના ભાડાપટા અંગે હાઉસ ટેકસ શાખાનો આવેલ રીપોર્ટ બાબત, ટેમ્પરરી નાઈટ શેલ્ટર શરૂ કરવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા બાબત., ધારાસભ્યની ગ્રાંટ વર્ષ ૨૦૧૮-૧૯માંથી જીલ્લા આયોજન અધિકારીનાં આવેલ પત્ર અન્વયે ખંભાળીયા ગામે સુની મુસ્લીમ જમાતના કબ્રસ્તાનમાં દીવાલ બનાવવાનું કામ ખંભાળીયા મુકામે ચમારજ્ઞાતિના સ્મશાનમાં પેવર બ્લોક નાખવાનું કામ, દાઉદી વોરાના કબ્રસ્તાનમાં દીવાલ બનાવવાનું કામ, ધારાસભ્યની વર્ષ ૨૦૧૮-૧૯ની ગ્રાંટમાંથી જોધપુર નાકા પાસે યુરીનલ બનાવવાનું કામનું સ્થળ ફેરફાર કરવા બાબત, ખંભાળીયા નગરપાલિકાનાં વર્મીકમ્પોષ્ટ પ્લાન્ટ ખાતે પડેલ કચરાનો નિકાલ કરવા બાબતે, સતવારાવાડ શેરી નં.૧૦,૧૧ તથા ૧૨માં પાણીની મેઈન લાઈન તથા જરૂરી જોઈન્ટ મારવાના કામ તથા હાલમાં નગરપાલિકા દવારા શહેરમાં જે પાણીના નવા નળ કનેકશનો આપવામા આવે છે.

તેમજ રીપેરીંગ કરવામા આવે છે તેમાં ડામર રોડ/સી.સી.રોડને નુકશાની થતી હતી જેથી હવે પછી આ અંગેનો ચાર્જ જે તે અરજદાર પાસેથી જ વસુલ લઈ નગરપાલિકા દવારા જ આવા તુટેલા રોડ તાત્કાલીક રીપેરીંગ કરી આપવા ચેરમેન તેમજ સમિતિ દવારા નિર્ણય લેવામાં આવેલ જેના કારણે તાત્કાલીક આવા રોડ રીપેરીંગ થઈ શકશે અને શહેરીજનોને અગવડતા નો સામનો નહીં કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.