Abtak Media Google News

જી.આઇ.ડી.સી. શંકરટેકરી ખાતે તા.૩૦ જુનના એપ્રેન્ટીસ મેગા ભરતી મેળો યોજાશે.

૫૦૦ કરતા વધુ જગ્યાઓ

ગુજરાત રાજ્યના તમામ યુવાધનને રોજગાર અને કૌશલ્ય મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તા.૩૦-૦૬-૨૦૧૮ ના સવારના ૧૦:૦૦ કલાકે જામનગરમાં શંકરટેકરી જી.આઇ.ડી.સી.માં ફેકટરી ઓનર્સ એસોસિએસન હોલ ખાતે એપ્રેન્ટીસ મેગા ભરતી મેળાનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ છે.

જેમાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો ઉપરાંત સિક્યુરીટી, સહકારી બેન્ક, નગરપાલીકા, સરકારી અને ખાનગી હોસ્પિટલ, હોટલ, મોલ, અગ્રણી બાંધકામ કોન્ટ્રાકટર સહિતના ક્ષેત્રમાં જોડાવાનો લાભ મળશે.

૧૪ વર્ષથી વધુ વયના ધોરણ ૮ કે તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતા આઇ.ટી.આઇ., ડિપ્લોમા, ડીગ્રી ધરાવતા યુવક યુવતીઓ ભાગ લઇ શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમ દરમ્યાન રૂ.૬૨૦૦ થી રૂ.૬૮૦૦ સુધીનું માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

આ મેગા એપ્રેન્ટીસ ભરતી મેળામાં વિશાળ સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓને શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ દરેકની પ્રમાણિત નકલ સાથે ભરતી મેળાના સ્થળે ઉપસ્થિત રહેવા જામનગર આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.