‘રાજનીતિ કી પાઠશાલા’દ્રારા વોર્ડ પ્રમુખોની નિમણુંક 

રાજકોટ શહેર રાજનીતિ કી પાઠશાલા દ્રારા વોર્ડ વાઈઝ પ્રમુખોની  નિમણૂક ગાંધી  જયંતીના દિવસે મુખ્ય ફાઉન્ડર અજય પાંડે અને રાષ્ટ્રીય અધ્યક્ષ  મહેશભાઈ રાજપૂત દ્રારા કરવામાં આવી છે.

વોર્ડ વાઈઝ પ્રમુખોની નીમણુંકોને ગુજરાત સ્ટેટ પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રાવતે મંજૂરી આપી  શહેરમાં ઉચ્ચ કક્ષાનું સંગઠન બનાવવા અને શિક્ષિત પ્રબુદ્ધ નાગરિકોને હેતુઓ તેમજ બંધારણના મૂલ્યો ઘરે ઘરે પહોંચાડવા માટે સક્ષમ હોદ્દેદારોની નિમણુંકો કરવા જણાવ્યું છે.

રાજનીતિ કી પાઠશાલાના સૌરાષ્ટ્ર પ્રમુખ ભાર્ગવભાઈ પઢિયાર અને રાજકોટ શહેર પ્રમુખ મૌલેશભાઈ મકવાણાએ રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ વોર્ડ પ્રમુખોની નીમણુંકો કરેલ છે જેમાં મિહિરસિંહ જરીયા, યશભાઈ ભીંડે, નિકુલભાઇ પરમાર, ભાર્ગવભાઈ ખતરી, મોહિતભાઈ કથ્રેચા, હિરેનભાઈ પટેલ, રાજુભાઈ ગરચર, યુવરાજસિંહ ઝાલા, સંકેતભાઈ રાઠોડ, ધર્મેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ લુણસિયા, જીગ્નેશભાઈ પટેલની નીમણુંકો કરવામાં આવેલ છે.

Loading...