દીવ જિલ્લાની ચારેય ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની નિયુક્તી

દીવ ડેપ્યુટી કલેકટર  હરમિંદર સિંઘ  ના માર્ગદર્શન હેઠળ સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીવ જિલ્લાની ચારેય પંચાયતોમાં ઉપ સરપંચ ની વરણી કરી અને તેમને કાર્યભાર સોંપવામાં આવ્યો.જેની અંદર વણાંકબારા ગ્રામ પંચાયત ના સરપંચ મીનાક્ષીબેન જીવન તેમજ અન્ય પંચાયતના સભ્યો ઉપસ્થિતિમાં નરસિંહભાઈ રામજીભાઈ સોલંકી ની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી.દીવ પોલીટેકનીક કોલેજના આચાર્ય  નીતિન ગજવાણીના હાથે પ્રમાણપત્ર આપીને કાર્યભાર સોંપવામાં આવ્યો. એ જ રીતે સાઉદવાડી પંચાયતના સરપંચ શંકરભાઈ ભગવાન બારૈયા તેમજ અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં, ભૂચરવાળા ના સરપંચ દીપકભાઈ દેવજી તેમજ અન્ય સભ્યો તે ઉપસ્થિતિમાં સર્વાનુમતે નરેન્દ્ર રાણા ને મામલતદાર કમ્પ્રેસર અધિકારી ચંદ્રહાસ વાજા ના હસ્તે પ્રમાણપત્ર આપીને ઉપસરપંચ તરીકે નો પદ સોંપવામાં આવ્યું.જોયા વાડી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબેન સંજયભાઈ વાજા ની ઉપસ્થિતિમાં હીરાભાઈ સોમાની ઉપસરપંચ તરીકે નિમણૂક થતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દીવ કલેક્ટરેટ ના સુપ્રિટેન્ડન્ટ કમ પરીઝાઈડીંગ  અધિકારી ડાયાભાઈ આહિરે શુભેચ્છાઓ પાઠવી હતી.

દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયે નવનિયુક્ત ચૂંટાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સરપંચ તેમજ સરપંચો માટે  સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ  જિલ્લા ભાજપાના હોદ્દેદારો કાર્યકરો  અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...