રાજકોટ એસીબીના મદદનીશ નિયામક તરીકે એ. પી. જાડેજાની નિમણૂંક

એચ.પી.દોશીની સુરેન્દ્રનગરમાં ડીવાયએસપી તરીકે કરાઈ બદલી: ૬ ડીવાયએસપી અને ૧ પ્રોબેશ્નલ આઈપીએસ સહિત ૭ની અરસ-પરસ બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે ૬ ડીવાયએસપી કક્ષાના અને ૧ પ્રોબેશ્નલ આઈપીએસ સહિત ૭ અધિકારીની બદલીના હુકમો કર્યા છે. જેમાં રાજકોટના એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીને સુરેન્દ્રનગર તથા તેમના સ્થાને જામનગરના ડીવાયએસપી એ.પી.જાડેજાને રાજકોટ મુકવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ રાજ્યમાં છેલ્લા ૨ દિવસથી પોલીસ ખાતામાં મોટાપાયે બદલીની ચર્ચાઓ વચ્ચે આજે ૬ ડીવાયએસપી કક્ષાના અને એક પ્રોબેશ્નલ આઈપીએસ સહિત ૭ અધિકારીઓની બદલીના હુકમો કર્યા  છે. જેમાં રાજકોટ લાંચ રૂશ્વત શાખાના મદદનીશ નિયામક હિમાંશુ દોશીને સુરેન્દ્રનગર સિટીમાં અને તેમના સ્થાને જામનગર સિટી ડીવાયએસપી એ.પી.જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર સિટી ડીવાયએસપી એ.પી.જાડેજાના સ્થાને ધોળકા ડીવાયએસપી નીતેશ પાંડે, ડાંગના ડીવાયએસપી આર.ડી.કવાને બરોડા ઊર્જા વિકાસ નિગમમાં, ડાંગ એસસીએસટી સેલના પી.જી.પટેલને ડાંગ ડીવાયએસપી તરીકે, મોરબી એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઈ.પઠાણને મોરબી નાયબ પોલીસ અધિક્ષક તરીકે અને ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાને ધોળકા વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

Loading...