Abtak Media Google News

સંપૂર્ણ વાતાનુકુલિત બિલ્ડીંગમાં પ્રવેશ પૂર્વે

ઓર્થોપેડિક, બાળરોગ, કાન-નાક-ગળા વગેરેનું નિદાન માત્ર રૂ.૫૦માં થશે

શ્રી પંચનાથ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલના સ્વરૂપમાં વિશાળ વટવૃક્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે.

ખૂબજ નજીકના સમયમાં જ બેમિસાલ અને સંપૂર્ણ વાતાનુકુલિત બિલ્ડીંગમાં થનાર મંગલમય પ્રવેશની પૂર્વ સંધ્યાએ ૪ (ચાર) નવા નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવામાં આવેલ છે.

જેમાં ડો. જુહી તેજુસ મણિયાર કે જેઓ કાનના રોગો જેવા કે રસી, સડો, પડદામાં કાણુ હાડકી ચોટી જવી, બહેરાશ નિવારણ, કાનમાં તમરા બોલવા, નાકના રોગો જેમાં એલર્જી મસા, ત્રાસો પડદો, નસકોરા, સાઈનસ, માથાનો દુખાવો, નાસૂર, ગળાની સારવારમાં કાકડા, થાઈરોડ, કંઠમાળા, સ્વરપેટી, અન્નનળીના કેન્સર જેવા જીવલેણ રોગોનું નિદાન કરવામાં આવે છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ તેમજ બપોરે ૪.૩૦ થી ૬.૩૦ સુધી નિયમિત રીતે મળી શકશે. ડો.પ્રતીક ખાંડલ કે જેઓ જનરલ સર્જનની ઉપાધિ ધરાવે છે. હરસ, ચાંદા, મસા, કપાસી, ભગંદર, સારણગાંઠ, ગુમડા, એપેન્ડિકસ, પેશાબમાં લોહી પડવુ, સ્વાદપિંડુ તેમજ લીવરમાં ઈન્ફેકશન, છાતીની (બ્રેસ્ટ) તેમજ બગલમાં ગાંઠ, હાથ અને પગની નસોનો વધારો, પેટનો દુખાવો તથા તેના રોગો, પિતની થેલીની તેમજ કિડનીની પથરીની સારવારનાં નિષ્ણાંત સર્જન તરીકેની નામના મેળવેલ છે. તેઓ દર મંગળ, બુધ, શુક્ર અને શનિવારે સાંજે ૩.૩૦ થી ૪.૩૦ દરમ્યાન મળી શકશે.

ડો. નીલ વાછાણી નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંતની ડિગ્રી ધરાવે છે. તેઓ બાળકોનાં રોગો જેવા કે નવજાત શિશુની સંભાળ, રસીકરણ, કમળો, માતા પિતાની બાળકો પ્રત્યેની રોજબરોજની ફરિયાદ જેવી કે બાળક ખાતુ નથી. વજન વધતું નથી. વારંવાર બીમાર પડે છે. તાવ સાથે સંકળાયેલી ગંભીર બીમારીઓ જેવી કે ડેંન્ગ્યુ મેલેરિયા, ટાઈફોઈડ, ફલુ, ન્યુમોનિયા, જાડા, ઉલ્ટી, ઉધરસ ટોન્સિલ (કાકડા) પેટમાં દુખાવો (અપચો-પિત્ત), આંચકી (મગજનો તાવ), એલર્જી અસ્થમા, પેશાબની નળીમાં ચેપ લાગવો, લોહીની બીમારીઓ કેન્સર, થાઈરોઈડ, ચામડીના બીમારી જેવા નિદાન કરી આપવામાં આવે છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી બપોરે ૪ થી ૫ સુધી નિયમિત રીતે મળી શકશે. ઉપરોકત દરેક નિદાનનો ચાર્જ ફકત રૂા.૫૦ રાખવામા આવેલ છે. જેનો લાભ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા રંગીલા રાજકોટની ધર્મપ્રેમી જનતાને જરૂર પડે ત્યારે ઉપરોકત સારવારનો લાભ લેવા અખબારી યાદીમાં જણાવેલ છે.

આવા ભગીરથ તબીબી ક્ષેત્રના સેવાકીય યજ્ઞમાં સાચા અર્થમાં સાથ, સમય અને સમર્પણની આહુતિ આપનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઈ ચાવડા, માનદમંત્રી તનસુખભાઈ ઓઝા, કોષાધ્યક્ષ ડી.વી. મહેતા ટ્રસ્ટીઓ મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહગોહેલ, મનુભાઈ પટેલ જેવા નામાંકિત આગેવાનો રંગીલા રાજકોટની પ્રજાને જેમ બને તેમ ઝડપથી અધતન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અર્પણ કરવા માટે સતત કાર્યરત છે.

વધુ માહિતી માટે પંકજભાઈ ચગ ૯૮૭૯૫ ૭૦૮૭૮, ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નં. ૦૨૮૧-૨૨૩૧૨૧૫/ ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.