રેલવેના ખાનગીકરણને રોકવા મોરબીમાં આવેદન

57

રાજકોટ-મોરબી વચ્ચેની લાઈનનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માંગ

કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણની થઈ રહેલી હિલચાલનો મોરબીમાંથી વિરોધ ઉઠી રહ્યો છે મોરબીના સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકોએ રેલવેના ખાનગીકરણ મામલે વિરોધ નોંધાવ્યો હતો જેમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન અને જાગૃત નાગરિકોએ કલેકટરને આવેદનપત્ર આપી રેલવેના ખાનગીકરણ રોકવા અને રેલ્વે પ્રશ્ને મોરબીને થતા અન્યાયને દૂર કરવાની માંગ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએનશના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા અને જાગૃત નાગરિકોએ રેલ્વેના ખાનગીકરણના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ આવેદનપત્રમાં જણામાં આવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા રેલ્વેના ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે ભારત સરકારના એવા પણ જાહેર સાહસો છે કે જે લોકોની સુવિધાઓ માટે જે તે વખતે આ જાહેર સહસોનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું આ જાહેર સાહસો સમગ્ર રાષ્ટ્ની અમૂલ્ય સંપત્તિ છે અને લોકોને રાહત દરે સારી સુવિધા મળે છે આ જાહેર સાહસોમાં રેલવેનું નેટવર્ક એશિયાનું સૌથી મોટું નેકવર્ક છે ભારત જેવા દેશમાં રેલવે મારફત દેશના સમગ્ર સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી યાત્રાની સુવિધા મળે છે ત્યારે સરકારનો રેલવેને ખાનગી કંપનીઓને સોંપવાના નિર્ણયથી ખાનગી કંપનીઓ વધુ નફા કરવાની લ્હાયમાં રેલવેની મુસાફરીનો બોજ વધારશે જેથી રેલ્વે મુસાફરી મોંઘી બનશે અને દેશના લોકોને ભારે આર્થિક માર પડશે રેલ્વેના ખાનગીકરણથી રેલવેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું હિત પણ જોખમાશે ખાનગી કંપનીઓ હમેશા પોતાનું હિત જ પહેલા વિચારશે તેથી રેલવેના કમરચારીઓનું શોષણ થશે અને લોકોને પણ આર્થિક રીતે મોટું નુકસાન થશે ત્યારે જો સરકાર ખરેખર દેશના લોકોના હિતમાં જ આ નિર્ણય લેતી હોય તો એ આ બધા પસાઓનો વિચાર કરી નિર્ણયમાં ફેર વિચારણા કરે તે જરૂરી છે અને સરકાર રેલવેને પોતાના હસ્તક જ રાખીને લોકોના હિતમાં વધુ સારી રેલવે સુવિધા કેમ આપી શકાય તે અંગે નીતિઓ ઘડીને અમલી બનાવે તે જરૂરી છે આ ઉપરાંત મોરબીને વર્ષોથી રેલવે પ્રશ્ને થઈ રહેલા અન્યાયને દૂર કરવાનો હવે સમય પાકી ગયો છે જે માટે મોરબી રાજકોટ વચ્ચે રેલવે લાઈનનું કામ જલ્દીથી કરવામાં આવે અને મોરબીને વધુ લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી

Loading...