Abtak Media Google News

યુવાનને જાહેરમાં સરભરા, રોડ શો અને જ્ઞાતિ વિશે અપમાન જનક શબ્દો વાપરવા બદલ પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગ

બગસરા મુકામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદતર નિષ્ફળ ગઇ છે. પી.એસ.આઇ. મોરી અને અન્ય બે-ત્રણ પોલીસે માણસોને દબાવવા પૈસા પડાવવા અને પોતાની આગવી ધામ જબમાવવા માટે બગસરાની પ્રજામાં દહેશત ઉભી કરી છે.

૨૦ દિવસ પહેલા બનેલા મામુલી બનાવને બગસરાના પીએસઆઇ દ્વારા મોટું સ્વરુપ આપ્યું હતું. ગાળા ગાળીના સામાન્ય બનાવમાં કરણભાઇને રસ્તામાં પકડીને તેમની પાસે રહેલા ‚ા ૧૨ હજાર કાઢી લઇ અને બગસરા ગામમાં ફેરવીને બેરહમી પૂર્વક ઢોર માર મારી આખા બગસરા ગામમાં ફેરવ્યો હતો. પોતાની ધામ જમાવવા માટે અને પબ્લિકમાં દહેશત ફેલાવવા માટે જે ધન્ય કૃત્ય કરેલું હોય જેને તમામ સમાજ સખ્ય શબ્દોમાં વખોડી કાઢે છે.

બગસરામાં આ પીએસઆઇ ના ત્રાસથી કંટાળીને એક દલીત સ્ત્રી દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો  છે. જે નિંદનીય અને પોલીસ સમાજ માટે ગંભીર બાબત છે. ફરીયાદી કે અરજદાર પોલીસ સ્ટેશનમાં આવે તો તેની સાથે અપશબ્દો નો ઉપયોગ કરી વાત કરવામાં આવે છે.  પીએસઆઇ તેમજ પોલીસને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે. જો તાત્કાલીક ધોરણે પગલા ભરવામાં નહી આવે તો જેના ઘેરા પ્રત્યાઘાતો પડશે તેની તમામ જવાબદારી અમરેલી ડી.એસ.પી. તથા સબંધંકર્તા અધિકારીઓની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.