Abtak Media Google News

રાજુલા તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા રપ૦ થી ૩૦૦ ગ્રામજનો છેેલ્લા ૪૬ દિવસથી એચસીએલ કંપની અને ભુમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

તેમજ પાંચ વ્યકિતઓ છેલ્લા ૩૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. તેમાના બે વ્યકિત મધુભાઇ સાંખટ અને બાબુભાઇ સાંખટની તબીયત નાદુરસ્ત છે. શાંતુબેન ચોથુભાઇ સાંખટ ફુલીબેન નથુભાઇ ગુજરીયા બન્ને મહીલા સહીત તમામ ૪ દિવસથી રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ છે

આ આંદોલનમાં અગાઉ એક મહિલા ઉપવાસીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે જે રીતે ગ્રામજનોને ન્યાય કરવામાં નિષ્ક્રીયતા ને જોતા હજુ સરકાર બીજા ઉપવાસીઓના જીવ લેવાની રાહમાં હોય તેવું ઉપવાસીઓના જીવ લેવાની રાહમાં હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે અખિલ ભારતીય યુવા કોળી સમાજે સુરત કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.