Abtak Media Google News

મધ્યાહન ભોજન યોજનાના નવા મેનુમાં સુચવવામાં આવેલ સુકીભાજી અને થેપલા બનાવવાના વિરોધમાં ઉપલેટાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯ના સત્રથી નવામેનુમાં માત્ર મંગળવારની રસોઈ જે થેપલા અને સુકીભાજી બનાવવાની થાય છે જે કોઈ પણ સંચાલક અને રસોયા મદદનીશ બનાવવા સહમત ન હોય તેમજ તેમના માત્ર રૂ.૫૦૦ અને ૩૦૦ જેવા માનદવેતનમાં આ કામગીરી કરવી શકય લાગતી ન હોય સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ ન હોય જે આચાર્ય સંઘને ધ્યાને ન હોય તેમજ આચાર્ય સંઘ દ્વારા દબાણ આપી સુકીભાજી અને થેપલા બનાવો નહિતર ઓનલાઈન રીપોર્ટ નહીં કરીએ તેવું જણાવવામાં આવે છે.

મંગળવારના મેનુમાં જરૂરી ફેરફાર કરી કોઈ પણ મેનુ બનાવવા સહમત હોય તેમજ નવા મેનુ મુજબનો ચણાદાળ, મગદાળ તેમજ ચણા પુરતા આપવામાં આવતા ન હોય આચાર્ય સંઘ દ્વારા ખાસ આગ્રહ રાખવામાં આવતો હોય અમારા દ્વારા જે શકય ન હોય જેના અનુસંધાને તા.૨૬થી તમામ કેન્દ્રો બંધ રાખવા નિર્ણય કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.