Abtak Media Google News

કચેરીએ ગેરહાજર મામલતદાર ૩૦ મિનિટમાં નહીં આવે તો ચકકાજામ કરવાની ચીમકી બાદ મામલતદાર આવી પહોંચતા મામલો થાળે પડયો

પડધરી તાલુકામાં ૬૦ ટકા લોકોએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. તેવામાં ઓછા વરસાદને કારણે ૭૦ ટકા ડેમો ખાલી રહ્યા છે. સિંચાઈની સવલત ૧૫ થી ૩૦ ટકા જેવી છે ત્યારે ખેડુતોનાં વિવિધ પ્રશ્ને ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જોકે મામલતદાર હાજર ન હોય, સંઘ દ્વારા ૩૦ મિનિટમાં મામલતદાર ન આવે તો રસ્તા રોકવાની ચીમકી અપાઈ હતી પરંતુ મામલતદાર હાજર થઈ જતા મામલો થાળે પડયો હતો.

ખેડુતોના ઘણા બધા પ્રશ્નો ને લઈ પડધરી તાલુકામાં ભારતીય કિસાન સંઘે મામલતદાર તેમજ કલેકટરને ઘણી વખત આવેદનપત્ર આપવામાં આવેલ છે પણ તેનું સંતોષકારક પરીણામ કયારેય પણ ખેડુતને મળેલ નથી. વર્તમાન ખેતીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પડધરી તાલુકાના ખેડુતો તેમની સાહુહિક વેદનાઓને વાચા આપવા ભારતીય કિસાન સંઘે પડધરી તાલુકા મામલતદારને સોંપેલા. આવેદનમાં જણાવાયું કે, પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે પણ તાલુકાની અંદર હજુ સુધી કોઈ પણ પ્રકારની સહાયનું વિતરણ થયેલ નથી. તેમજ ગામડાઓમાં પીવાના પાણીની, પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે સાથો સાથ રોજગારી માટે આવશ્યકતા હોય તેવા રાહતકામો તાત્કાલિક હાથ ધરવામાં આવે.

Img 20190103 Wa0058

પડધરી તાલુકાના મુખ્ય પાકો મગફળી અને કપાસ છે. સુકાતી મગફળી ચારો બચાવવા માટે પાકતા પહેલા કાઠવાની ફરજ પડી હતી. આથી વીમા કંપની દ્વારા ક્રોપકટીંગની કાર્યવાહી પૂર્ણ થયેલ છે તો વર્ષ ૨૦૧૭-૧૮નો બાકી છે તે પાક વીમો તથા વર્ષ ૨૦૧૮-૧૯ પાકવીમા રકમ ખેડુતને તાત્કાલિકના ધોરણે જો ચુકવવામાં આવે તેમજ તો ઘણા બધા ખેડુતોને આત્મહત્યા કરતા રોકી શકાય. ભારતીય કિસાન સંઘ દ્વારા પડધરી તાલુકાના દરેક ગામની અંદર ટોટો ૨૬૫ જેટલા ડેમોનો સર્વે કરેલ છે. આ ડેમોનું કાર્ય ઝડપથી યુદ્ધના ધોરણે કરવામાં આવે. આજ સુધીના સિંચાઈ સુવિધાથી વંચિત ગામો, વિસ્તારો માટે નહેરો, તળાવની યોજના માટે એકશન પ્લાન બનાવવો. સૌની યોજના હેઠળ નર્મદા ડેમમાંથી ૧૧૫ ડેમોમાં પાણી ભરવા માટેની સરકારે અગાઉના વર્ષોમાં જાહેરાત કરી છે. જે કામગીરીમાં વેગ લાવવા વધુ નાણાની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવે અને વારંવાર વરસાદની અછત/ ખેંચ હેઠળ આવતા સૌરાષ્ટ્ર વિસ્તારના જીલ્લાઓના ડેમોને ભરવાનું અગ્રતાથી કામ હાથ ધરવામાં આવે આ સહિતની માંગ ઉઠાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.