Abtak Media Google News

એપલે ગુરૂવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યાં. વાર્ષિક આધારે નફો 32% અને આઈફોનથી કમાણી 29% વધી છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે રૂપિયાની નબળાઈને કારણએ ભારતમાં કંપની દબાણ અનુભવી રહી છે. અહીંની કરન્સીમાં ઘટાડો એપલના ભારતીય બિઝનેસ માટે પડકારરૂપ છે. જો કે કુકે લોન્ગ ટર્મમાં સારા ગ્રોથની આશા દર્શાવી છે. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં ભારત મોટી વસ્તી મિડલ કલાસ હશે. ભારત સરકાર આર્થિક સુધારા માટે મોટાં પગલાંઓ ઉઠાવી રહી છે.

15 06 2017 Team Cook Ceo 1આઈફોનના વેચાણને છોડીને બાકી આંકડા વિશ્લેષકોના અનુમાનથી વધુ રહ્યાં. જુલાઈ-સપ્ટેમ્બરમાં પ્રતિ શેર આવક 2.91 ડોલર રહી. એનાલિસ્ટને 2.78 ડોલરની આશા હતી. રેવન્યૂ 20% વધીને 62.9 અબજ ડોલર રહી. વિશ્લેષકોએ 61.57 અબજ ડોલરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

એપલે જુલાઈ-સપ્ટેમ્બરમાં 97 લાખ આઈપેડ વેચ્યાં. તેના વેચાણથી 4.09 અબજ ડોલર રેવન્યૂ મળ્યું. આ દરમિયાન મેકના વેચાણ 53 લાખ યુનિટ રહ્યું, જેનાથી 4.1 અબજ ડોલર આવક થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.