Abtak Media Google News

એપલના આઈફોન, મેકબુક, આઈપેડ અને આઈમેક જેવી વિવિધ  પ્રોડ્ક્ટસ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ તમે એપલના બુટ વિશે સાંભળ્યું છે? કદાચ નહી સાંભળ્યું હોય. ના સાંભળ્યું હોય તો તમને જણાવી દઈએ કે, એપલના બૂટની કિંમત કંપનીની કોઈપણ પ્રોડક્ટથી વધારે છે. આઈફોન અને આઈપેડ તો ઠીક છે આની કિંમત કંપનીના સૌથી મોંઘા કોમ્પ્યુટરથી પણ ઘણી વધારે છે.

હવે એપલના જૂતા વિશે જાણી લો. કંપનીએ 1990માં પહેલો કલર કોમ્પ્યુટર લોન્ચ કર્યો હતો. તે જ વખતે એપલે એખ સ્નીકરનું પ્રોટોટાઈપ પણ બનાવ્યું હતું. આ બૂટમાં એપલના જુના રેમ્બોવાળો લોગો બનેલો છે. આને એપલે પોતાની કંપનીના કર્મચારી માટે બનાવ્યા હતા.

એક ખબર અનુસાર એપલના સ્નીકર્સ 1990ના મિડમાં કંપનીના કર્મચારીઓને વેચવામાં આવ્યા. ત્યાર બાદ 2007માં આને ઈબે પર 79 ડોલરમાં વેચવામાં આવ્યા હતા.

અમેરિકાની મશહૂર ઓક્શન હાઉસ હેરિટેઝ ઓક્શન્સન આ બૂટને 15 હજાર ડોલરની શરૂઆતી કિંમત સાથે હરાજી માટે રાખશે. આ માટે 11 જૂનથી બિડિંગ શરૂ થશે. એક્સપર્ટ્સ અનુસાર આની હરાજીથી 30 હજાર ડોલર (અંદાજે 20 લાખ રૂપિયા) સુધીની બોલી લાગી છે.

હેરિટેજ ઓક્શન્સ અનુસાર આ બૂટ એડિડાસે બનાવ્યા છે. આ સ્નીકર 9.5 સાઈઝમાં ઉપલબ્ધ હશે, જેને વાઈટ લેધરથી બનાવ્યા છે. જેમાં એપલનો રેનબોવાળો લોગો છે. આનું સોલ રબરનું બનેલું છે, જેમાં કોઈ જ નિશાન પડશે નહી.

એપલે ક્યારેય પણ પોતાના બૂટનો પ્રચાર કર્યો નથી અને ક્યારેય તેના વેચાણ માટે જાહેરાત પણ કરી નથી. આ બૂટને 1990માં માત્ર કર્મચારીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, હરાજી માટે બે જોડી બૂટ રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.