Abtak Media Google News

ધારાસભ્ય લલીત વસોયાએ કરાવ્યો રાસોત્સવનો આરંભ: અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

ઉપલેટામાં એપલગ્રીન પાર્ટી પ્લોટમાં રોયલ કલબ ફેમીલી દાંડિયા રાસનો પ્રથમ નોરતે ધારાસભ્ય સહિતના હસ્તે મહાઆરતી ઉતારી પ્રારંભ કરવામાં આવ્યો હતો.Untitled 2 2શહેરમાં જગદંબાના સાનિધ્યમાં નવલા નોરતાની ઉજવણી કરવા શહેરના રોયલ ફેમીલી માટે રોયલ કલબ ફેમીલી દાંડીયા ગ્રુપના સંજયભાઈ બોરખતરીયા , લકકીરાજસિંહ જાડેજા, ઉતમભાઈ ઠુમર, સમીર લુણાગરીયા ડો. પિયુષ બોરખતરીયા દ્વારા સુંદર નયનરમ્ય વાતાવરણમાં એપલ ગ્રીપ પાર્ટી પ્લોટમાં નૈસર્ગિક સાનિધ્યમા ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર આર.ડી.સી. ના ડીરેકટર હરિભાઈ ઠુમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા સહિતનાઓના હસ્તે માતાજીની આરતી ઉતારા નવલા નોરતાનો પ્રારંભ કરાયો હતો. આ તકે દાનભાઈ ચંદ્રવાડીયા યાર્ડના વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, આહિર સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા યાર્ડના ડિરેકટર પરેશભાઈ ઉચદડીયા કેળવણી કાર ભાદાભાઈ બોરખતરીયા, નગરશેઠ અમાતભા, શેઠ, ઉદ્યોગપતિ ધરણાંતભાઈ સુવા, રાજય આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ. માંગરોલીયા જે.સી.આઈ. પ્રમુખ સુરેશપરમાર લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, હિન્દ મોઝેક વાળા અશોકભાઈ ચંદ્રવાડીયા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા વિઠલ ગ્રુપના દિપકભાઈ સુવા, જીલ્લા ભાજપ કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, જીલલા કોંગ્રેસ માઈનોરીટીના ચેરમેન યાસીન ડેડા, યુવા મેમણ ઉદ્યોગપતિ રિયાઝભાઈ તાલુ, હમિદભાઈ વિઘાણી, નઈમભાઈ ઉથારા, મજબુતભાઈ દુબલ, રંગીલા ટેલીવીઝન વાળા મનસુખભાઈ વેકરીયા, શ્રીનાથ પેટ્રોલીયમ વાળા મનુભાઈ સોજીત્રા, શિવધારા રેસ્ટોરન્ટ વાળા કમલેશભાઈ ચંદ્રવાડીયા, બટુકભાઈ મુરાણી, કિશનભાઈ વસોયા, ગોવિંદભાઈ નંદાણીયા, સહિત શહેરના નામાંકીત આગેવાનો, અગ્રણીઓ હાજર રહી માતાજીની આરતીનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.