Abtak Media Google News

ભ્રષ્ટાચાર સબબ કડક કાર્યવાહી કરવા અને પેમેન્ટ નહીં ચુકવવાની માંગણી

લાલપુર મુકામે તાજેતરમાં જ સીસીરોડના તથા ડામર રોડનું કામ કરવામાં આવેલ છે તે અન્વયે નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ત્રણ દિવસ કામ બંધ કરાવી સ્થળ ઉપર આવી મને રૂબરૂ બોલાવેલ ત્યારે મૌખિક વાતચીત થયેલ કે, આ રોડનું જે ખોદકામ કરવામાં આવેલ છે તે બરાબર કરેલ ન હોય તો નિયમ મુજબ બાંધકામ કરી નિયમ મુજબ રોડ બનાવવામાં આવે તો તેમાં મને કોઈ વાંધો નથી તેમ છતાં જાણી જોઈ અને બીજા દિવસે જેવું તેવું કામ કરી અને પથ્થર નાખી અને તાત્કાલિક ધોરણે ડામરનું કામ કરી લેવામાં આવેલ છે.

ધારાસભ્ય જામજોધપુર-લાલપુર દ્વારા પણ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં લેખિતમાં સુચના આપવામાં આવેલી હોય કે, આ કામની યોગ્ય ચકાસણી કરી પછી જ આ કામ પુરું કરવું, તેમ છતાં કોઈપણ જાતની ચકાસણી કે યોગ્યતા વગરનું તાત્કાલિક ધોરણે કામ પુરુ કરી અને નાયબ કાર્યપાલક ઈજનેર જાણી જોઈને આ કામ પુરુ કરીને પેમેન્ટ ઉપાડી લેતા માંગતા હોય એવું લાગી રહેલ છે

તો મારી માંગણી છે કે, આ રોડનું કામ યોગ્ય તપાસણી કરી રોજ કામ કરી પછી જ આ રોડના કામનું પેમેન્ટ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.