Abtak Media Google News

લોધીકા તાલુકા મામલતદારને ભારતી કિશાન સંઘનું આવેદન ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ લોધીકા તાલુકાના ગામડાના ખેડુતોએ રેલી કાઢી લોધીકા મામલતદારને આવેદન પત્ર આપેલ જેમાં હાલની અછતની પરિસ્થિતિની પૂર્ણ ગંભીરતાથી સમીક્ષા કરી હજુ પણ જયાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડેલ નથી.

ત્યાં અછત અર્ધ અછત ગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા અને ઘાસચારા પીવાના પાણી શકય હોઈ ત્યાં પાકને બચાવવા પાણીજેવા તાત્કાલીક રાહત પગલા ભરવા પાક વીમા યોજનાને મરજીયાત કરીને હાલ તાત્કાલ અન્યાય દૂર કરીને જયાં પાક નિષ્ફળ ગયેલ છે.

ત્યાં નુકશાનનીનું સર્વે કરાવી યોજનાની ખામીદૂર કરવી કૃષા ક્ષેત્ર પરનો લગાડેલ તમામ વસ્તુ પરનો જી.એસ.ટી. તત્કાલ પાછો ખેંચવો ખરીફ સીઝનના પાકના પાણી પત્રક તુરંત ઓનલાઈન કરવા તમામ ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી માટે તાત્કાલ રજીસ્ટેશન ચાલુ કરાવીને ખરીદ કેન્દ્રો ખોલવાની તાજવીજ કરવા સહિતની માંગ ઉઠાવવામાંઆવી છે. આવેદનમાં પ્રમુખ પરેશ રૈયાણી, ઉપપ્રમુખ ભરત ભૂત, ધીરજ વાડોદરીયા, રાજેશ રૈયાણી,અશાકે કાલાવડીયા દિલીપ સાપરીયા સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.