Abtak Media Google News

કામ વગર આંટા ફેરા કરતા શખ્સોને માઇકની મદદથી તાકીદ કર્યા બાદ કડક કાર્યવાહી કરાશે

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે અને વાયરસ ખતમ થાય તેવા તમામ પ્રયાસો તમામ દેશો દ્વારા હાથ ધરવામાં આવેલા છ અને જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે શહેરની જનતા જાગૃત થાય અને તેઓ લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે તેવા હેતુથી શહેર પોલીસ દ્વારા તમામ પ્રયાસો લોકોના હીતમાં કરવામાં આવે છે શહેરમાં અમુક લોકો જે કામ વગર બહાર નીકળતા તેમજ શેરી-ગલીઓમાં એકઠા થઇ રમતો રમતા મળી આવેલ જેઓ આ રીતે બેદરકારી ભર્યુ વર્તન ન કરે અને કોરોના વાયરસ ફેલાતો અટકે તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરા માફરત રાજકોટ શહેર ભરમા તકેદારી રાખવામાં આવી રહી છે જેની સાથો સાથ જાહેર જનતા  જે હાલમા લોકડાઉન સમય દરમ્યાન તેઓ બહાર ન નીકળે અને લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરી કોરોના વાયરસ સામેની લડતમાં ભાગીદાર થાય જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અગાઉ શહેરના તમામ પોલીસ સ્ટેશનો તથા તમામ મદદનીશ પોલીસ કમિશ્નર ને ડ્રોન કેમેરા ફાળવવામાં આવેલા છે જે ડ્રોન કેમેરા સાથે હવે માઇક જોડી જે અલગ અલગ સોસાયટી વિસ્તારમાં ડ્રોન માઇક દ્વારા જાહેર જનતાને કોરોના વાયરસ તથા લોકડાઉન સંબંધીત અગત્યની સુચનાઓ કરવામાં આવશે જેથી લોકોમાં જાગૃતા ફેલાઇ અને કોરોના વાયરસ સામેની લડતમાં જીત થાય તેવા હેતુથી શહેર પોલીસ દ્વારા લોકોમાં વધુ જાગૃતા ફેલાઇ તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Img 20200406 Wa0053 1

ડ્રોન માઇક બ્લુટુથ મારફત કનેકટ હોય જેથી જમીન પર અધિકારી- કર્મચારીઓ જે હવામાં ઉડતા ડ્રોન માઇક દ્વારા જાહેર જનતાને કોઇ સુચનો અગત્યની માહીતી આપવી હોય તે પણ ડ્રોન માઇક મારફત આપી શકે છે.તેમજ વધુમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરી અપીલ કરવામાં આવે છે કે લોકડાઉન  સફળ થાય તે માટે શહેરની જાહેર જનતાને અગત્યના કામ સિવાય વાહનો સાથે બહાર નહીં નીકળવા તેમજ જીવન જરૂરીયાત ચીજવસ્તુ ખરીદવા અંગે જાહેર જનતાને કોઇ અગવડ હોય તો તે બાબતે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ૧૦૦ નંબરના ફોન કરી જણાવી શકે છે તેમજ પોતાના વિસ્તારમાં કોઇ જાહેરનામાનો ભંગ કરતા હોય તો તે બાબતેના ફોટો વિડીયો જે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમના મો. નં. ૭૫૭૫૦ ૩૩૭૪૭ ઉપર વોટસએપ થી મોકલી શકશે જે માહીતી મોકલનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.