Abtak Media Google News

આવતીકાલે મકરસંક્રાંતિ પર્વે કાર્યકર્તાઓ જુદા જુદા સ્થળે છાવણીમાં બેસીને સંસ્થાના સેવા અભિયાન માટે અનુદાન એકત્રિત કરશે

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૩૦ વર્ષથી માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતી સંસ્થા છે. સંસ્થા પાસે સેવા ભાવનાને ઉજાગર કરતું પ્રતિષ્ઠોનું ટ્રસ્ટીગણ છે. તેમજ સમાજના દાતાઓ શુભેચ્છકોના સહયોગ થકી અનેકવિધ સેવા પ્રકલ્પો કરે છે. જેમાં ફરતું ફરતુ અન્નક્ષેત્રના ત્રણ રથો ૧૫૦૦થી વધુ લાભાર્થીઓ તેમજ મહિલા ધૂન મંડળની બહેનો દ્વારા સંચાલીત જીવદયા બે રથના માધ્યમથી શ્ર્વાનોને બંને ટાઈમ દૂધ, ખીચડી, રોટલી, પક્ષીઓને પણ ચણ, કાગડા-કાબરને ફરસાણ, કિડીને કિડીયારૂ, માછલાઓને લોટની ગોળી તેમજ પાંજરાપોળમાં નિરાધાર અશકત ગૌમાતાઓને લાડુ નિરવામાં આવે છે.

London Eye

બોલબાલા ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે જણાવવામાં આવ્યું છે કે, દાન કદી નિષ્ફળ જતુ નથી. કુદરતની કૃપા હોય તો જ કુદરતની સેવા થઈ શકે. આપનું અનુદાન અનેક જરૂરતમંદોની સેવામાં પવરાશે. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પૂણ્યદાનનો અનેરો મહિમા છે. આપણા શાસ્ત્રો પણ આ દિવસમાં દાનનો મહિમા સમજાવે છે અને આ પર્વે કરવામાં આવેલ દાન પ્રભુને અધિક રાજીપો આપે છે. સ્વર્ગના દ્વારા આ દિવસોમાં પ્રભુ ખુલ્લા રાખે છે. અન્નદાનની આ લોકમાં સુખ સમૃધ્ધિ અને ઐશ્ર્વર્ય પામે છે.બોલબાલા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંસ્થાના અનેક મેગા પ્રોજેકટના બહોળા ખર્ચને પહોંચી વળવા તેમજ લોકલક્ષી પ્રોજેકટો કાયમી ધોરણે કાર્યાન્વિત રાખવાના હેતુથી આવતીકાલે તા.૧૪ને મંગળવારે મકરસંક્રાંતિના પર્વે કાર્યકર્તાઓ જુદા-જુદા સ્થળે છાવણીમાં બેસીને ચાલતા સેવા અભિયાન માટે અનુદાન એકત્રિત કરશે. જેમાં સમાજના દરેક વર્ગ, સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ સેવકો, તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ સાથે સહકાર આપશે તેવી અપેક્ષા ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયે વ્યકત કરી છે. સંસ્થાને નાના મોટા દાન સ્વરૂપે દાતા તરફથી મળતી રકમથી અનેક જીવોના જઠરાગ્ની તૃપ્ત કરવામાં નિમિત બનશે. પુણ્યના આ પાવન પર્વે ભાગીદાર અને આશિર્વાદ પ્રાપ્ત કરવા નિમિત બની શકાશે.

આ તકે સંસ્થા દ્વારા જયોતમાં યથાશક્તિ દાન આપી સહયોગી બનશો એવી અપેક્ષા છે. દાતાઓ દ્વારા મો.૯૩૭૪૧૦૩૫૨૩ ઉપર સંપર્ક કરી જાણ કરવામાં આવશે તો ટ્રસ્ટના સ્વયંસેવકો પને ત્યાં રૂબરૂ આવીને દાન એકત્રિત કરીને પાકી પહોંચ પણ આપી જશે. અનુદાન વસ્તુ સ્વરૂપે પુસ્તકો જુના કપડા, ગરમ વસ્ત્રો વગેરે આપને ત્યાં આવીને એકત્રિત કરી જશે. તેમજ સેવા આપવા ઈચ્છતા સ્વયંસેવકો પણ સેવામાં જોડાઈ શકે છે તે માટે ટ્રસ્ટના કાર્યાલયનો અથવા ફોન.૦૨૮૧-૨૨૩૭૦૦૦ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.