Abtak Media Google News

સાંસદ વિઠ્ઠલભાઈ ઉપર અભિનંદન વર્ષા

છેલ્લા ઘણા સમય થયા ખેડૂતો ગત વર્ષના પાક વિમાની કાગારોળ રાહ જોઈને બેઠાતા તે વિમો સાંસદના પ્રયાસથી બેંકમાં જતા થતાં આગામી દિવસોમાં ખેડૂતોના હાથમાં પાક વિમાની રકમ આવશે.

ગત વર્ષમાં મગફળી અને કપાસના પાકમાં ખેડૂતોને પારવાર નુકશાની જતા કેન્દ્ર અને રાજય સરકાર પાસે ખેડૂતોએ પાક વિમા માટે ખોળો પાથર્યો હતો. આ અંગે ઉપલેટા વિસ્તારના ખેડૂત આગેવાનોએ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને અનેક વખત રજૂઆત કરેલ હતી. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા ખેડૂતના પાક વિમો યોગ્ય રીતે મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સમક્ષ આક્રમક રજૂઆત કરી ઝડપી રીતે પાક વિમો ખેડૂતોને મળે તે માટે યોગ્ય કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરેલ. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની સફળ રજૂઆતને પગલે મગફળીનો પાક વિમો મંજૂર થતા ઉપલેટા તાલુકાના ખેડૂતો માટે ૬૫ કરોડ ‚પિયા બેંકમાં જમા થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો અને આગામી દિવસોમાં પાક વિમાની રકમ ખેડૂતોના હાથમાં આવશે.પાક વિમા મંજૂર કરવામાં જેનો સિંહફાળો છે તેવા સૌરાષ્ટ્રના અડીખમ ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડીયાને ઉપલેટાના ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, આર.ડી.સી.બેંકના ડિરેકટર હરિભાઈ ઠુમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ રામભાઈ સુવા, જિલ્લા દુધ સંઘના ડિરેકટર ઈલાબેન સખીયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, દૂધ મંડળીના પ્રમુખ કમલેશભાઈ ચંદ્રવાડિયા, દિપકભાઈ સુવા, સતિષભાઈ સોજીત્રા, ભાયાવદર દૂધ મંડળીના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, મિતેશભાઈ અમૃતિયા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર, બાબુભાઈ રાઠોડ સહિત સહકારી આગેવાનોએ અભિનંદન આપેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.