એપીએલ-૧ નોન એનએફએસએ કાર્ડધારકોને અનાજ નહી મળે

પુરતી માહિતી ન હોવાથી કાર્ડ ધારકો દુકાન સુધી ધક્કા ખાઈ હેરાન થતાં હોવાની વ્યથા ઠાલવતા સસ્તા અનાજના દુકાનદારો

હવે સરકાર દ્વારા માત્ર એપીએલ-૧ નોન એનએફએસએ સીવાયના કાર્ડ ધારકોને જ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું હોય તેમ છતાં અપુરતી માહિતીના કારણે  એપીએલ-૧ નોન એનએફએસએ કાર્ડ ધારકો પણ સસ્તા અનાજની દુકાન સુધી ધક્કા ખાય રહ્યાં છે. જેથી આ અંગે સસ્તા અનાજના દુકાનદારોના એસો.ના પ્રમુખે સ્પષ્ટતા જાહેર કરી છે.

સસ્તા અનાજ દુકાનના એસો.ના પ્રમુખ નરેન્દ્ર ડવે જણાવ્યું છે કે, હાલ સરકાર દ્વારા એપીએલ-૧ એનએફએસએ, બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને જ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. એપીએલ-૧ નોન એનએફએસએ કાર્ડ ધારકોને હવે અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે માહિતી ન હોવાથી આવા કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાને પહોંચે છે. ઘણી વખત દુકાનદારની સમજાવટ તેમને ગળે ઉતરતી ન હોય ઘર્ષણ પણ સર્જાય છે. માટે જાહેર જનતા જોગ તેઓએ એપીએલ-૧ નોન એનએફએસએ કાર્ડ ધારકોને દુકાન સુધી ધક્કો ન ખાવાની અપીલ કરી છે.

Loading...