Abtak Media Google News

સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મળતા ગુનાનો ભેદ ઉકેલવો સરળ બન્યો

વ્યાજના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી માટે યોજેલા લોકદરબારને ઘણો સારો પ્રતિસાદ મળ્યો

મુખ્યમંત્રીનો આવકારદાયક નિર્ણય: પોલીસ જવાનોને એક બેડરૂમના બદલે બે બેડરૂમની મળશે સુવિધા

Dsc 7811

શહેરના કાર્યદક્ષ અને લોકોમાં સારી લોક ચાહના ધરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ શહેરમાં વધેલા આર્થિક ગુના, સાઇબર ક્રાઇમના ગુના સહિતના મુદે વિસ્તૃત ચર્ચા કરી રાજકોટની પ્રજા અને પ્રેસ મિડીયાની ભારોભાર પ્રસંશા કરી હતી.‘અબતક’ મિડીયા હાઉસના મેનેજીંગ ડિરેકટર સતિષભાઇ મહેતાના આમંત્રણને માન આપી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ રાજકોટ શહેરને રંગીલું શહેર ગણાવી પોલીસને પ્રજા અને પ્રેસ મિડીયાનો સારો સહકાર મળતો હોવાનું જણાવ્યું હતું. રાજકોટમાં વ્યાજના ધંધાર્થીઓ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીના કારણે કેટલાય આપઘાત કરતા હોવાનું અને મારામારીની ઘટના રોજીંદી બની ગઇ હોવાથી વ્યાજના ધંધાર્થીઓને ભીસમાં લેવા માટે શહેરમાં લોક દરબાર યોજવામાં આવ્યા હતા. લોક દરબારને સારો પ્રતિસાદ મળ્યો હતો જેમાં ૧૯૦ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જેની સામે ૬૦૦ જેટલા કેસમાં સમાધાન થયા છે. વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવાના ઉદેશ સાથે પોલીસે આઇપીસી કલમ ૩૮૬ અને ૩૮૭ મુજબ ગુના નોંધ્યા છે. એટલે કે વ્યાજખોરો બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો નોંધાતા સેસન્શ ટ્રાયલ ગુનો બનતા વ્યાજના ધંધાર્થીઓ પોલીસ આવી કાર્યવાહી ન કરી શકે તે મુદે હાઇકોર્ટમાં ગયા હતા પણ હાઇકોર્ટના જસ્ટીશ દ્વારા પોલીસની તરફેણમાં ચુકાદો આપી પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે યોગ્ય હોવાનું ઠેરવ્યું હતું.

સવાલ:રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. ર કરોડ લોકો ડાયરેકટ અથવા ઇનડાયરેકટ જોડાયેલા છે. તો લો એન્ડ ઓર્ડરની સ્થિતિને આપ કઇ રીતે જોવો છો?  અને અનુભવ કેવો લાગ્યો?

જવાબ:આપની વાત બીલકુલ સાચી છે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે અને ર કરોડ લોકોની લાઇફ રાજકોટથી ડાયરેકટલી અને ઇનડાયરેકટલી કનેકટ રહે છે. રાજકોટની આજુબાજુનાં જે જીલ્લા છે તેના રહેવાસીઓ રાજકોટ આવતા હોઇ છે જેથી રાજકોટ મલ્ટી કલ્ચરલ સેન્ટર તરીકે ઉદભવીત થયું છે. અલગ અલગ લોકોની રહેણીકરેણી અલગ હોઇ છે. સંસ્કાર અલગ હોઇ છે તો એના લીધે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખુબ જ સેન્સેટીવ છે. કારણ કે અલગ અલગ જ્ઞાતિનાં લોકોનો વસવાટ રહેલો છે.

Dsc 7820

સવાલ: ક્રાઇમની પેટર્ન ચેન્જ થઇ રહી છે. અલગ અલગ પ્રકારનાં ક્રાઇમ થઇ રહ્યા છે તો આવતા દિવસોમાં ડીપાર્ટમેન્ટ માટે કેવી ચેલેન્જ ઉદભવીત થશે?

જવાબ: આપણી વાત સાવ સાચી છે. ૧૦ થી ૧પ વર્ષ પહેલા બોડી ઓફેન્સ એટલે મારા-મારી, રાયોટીંગ જેવા ગુન્હા થતાહતા. ધીમે ધીમે લોકો ઇકોનોમીક ક્રાઇમ તરફ આગળ વધવા માંડયા છે, જેમાં બેંક ફ્રોડ, સાઇબર ક્રાઇમ અને આ પ્રકારનાં ગુન્હામાં ભણેલા, ગણેલા લોકો ગુન્હામાં આવી ગયા છે. હવે તમામ પ્રકારનાં વર્ગવાળા લોકો આ પ્રકારનાં ગુન્હામાં સામેલ થઇ ગયા છે, પરંતે દરરોજ ૪ થી પ સાઇબર  ક્રાઇમને લઇ અરજી આવતી રહે છે. કે તેમના એટીએમમાંથી પૈસા લઇ લીધેલા હોઇ પીન નંબર અને પાસવર્ડ જાણીને એટલે પોલીસ ડીપાર્ટમેન્ટ માટે આ ચેલેન્જેઅલ થઇ ગયું છે કે, અન્ય જગ્યા પર જઇ કેસનો નીકાલ કરવો પડતો હોઇ છે. પરંતુ રાજી એ બાબતે છીએ કે, રાજય સરકારે વાતને ઘ્યાને લઇ રાજકોટને સાઇબર પોલીસ સ્ટેશની ભેટ આપવામાં આવી છે, જે થોડા દિવસોમાં શરુ થઇ જશે.

સવાલ:નરેન્દ્રભાઇ મોદીનું જે વિઝન છે. અને હાલ જે આર્ટીફીશ્યલ ઇન્ટીલીજન્સનો  જમાનો આવ્યો છે, સાથો સાથ જે ચેલેન્જીસ ડીપાર્ટમેન્ટ સામનો કરી રહ્યું છે. તેમા ટીકાનું કઇ રીતે ટ્રેન કરી શકાઇ અને અપગ્રેડ કરી શકાય ?

જવાબ:આપની વાત ખુબ જ સાચી છે, કે પોલીસમાં જે ભરતી થાય છે. તો ભરતીનાં નિયમો ફિકસછે. કે ભણતર આટલું જ હોવું જોઇએ, ફિઝીકલ ફિટનેસ તેવી પ્રકારની હોવી જોઇએ, પરંતુ કોઇએ પ્રકારનાં એકસપટાઇઝ નથી કે પ્રકારનાં ગુન્હાનું ડિટેકસન ખુબ જ ઝડપી કરી શકે, કારણ ગુન્હા કરવામાં વાળા લોકો સોફટવેર ઇનજીન્યર છે. એટલે હાઇલી છે જે પોલીસમાં ભરતી થતાં જવાનો નથી હોતા જેથી દર મહિને સાઇબરને લઇ તાલીમ લેવા પોલીસ ઇન્સ્પેકટર જતા હોઇ છે. અને વિવિધ પ્રકારની ટ્રેનીંગ પણ આપવામાં આવતી હોઇ છે. પરંતુ રાજય સરકાર સમક્ષ એક પ્રોપઝલ મૂકવામાં આવશે કે એકસપોર્ટ લોકોને માનદ વેતન અથવા કોન્ટ્રેકટ બેઝ ઉપર ભરતી કરવામાં આવે જેથી સાઇબરને લગતા ગુન્હા અટકી શકે.

સવાલ: મોદી સાહેબ જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓને વિઝન હતું કે ફોરેનસીક સાઇન્સ યુનિ. ગુજરાતમાં હોવી જોઇએ, જયારે દેશમાં કે બીજા રાજયમાં આ માટેનો વિચાર પણ નહોતો. તો ફોરેન્સી સાયન્સ યુનિ. કઇ રીતે પોલીસ ડીર્પાટમેન્ટને મદદરુપ થઇ શઇ છે. ?

જવાબ:અમે ખુબ જ નશીબદાર છીએ કે એફએસએલ યુનિ. ગુજરાતમાં છે, તેની ટીમ જ પોલીસ ડીપાર્ટમેન્ટને તાલીમ આપી રહી છે. જે ખુબ જ જટીલ અને વિકટ સમસ્યા હોઇ છે તે સીધા એફ.એસ.આઇ. યુનિ.માં રીફર કરવામાં આવે છે. તો ખુબ જ નજીકની માહીતી  રીપોર્ટ માફરતે મળી જતાં પોલીસને ખુબ જ આસાની થાય છે. ક્રાઇમને સોલ્વ કરવામાં છે, આ પ્રકારે ડીપાર્ટમેન્ટના જવાનો કેપ્સુલ ર્કોસીસમાં પણ ભાગ લેતા હોઇ છે. પરંતુ એ વાત સાચી છે કે ગુજરાત ખાતે આવેલી એફ.એસ.આઇ. યુનિ. પોલીસ વિભાગ માટે આશિર્વાદ રુપ છે. જેનો લાભ પોલીસ ડિપાર્ટમેન્ટ લ્યે છે.

સવાલ:પોલીસ તંત્રએ એક મોટી ફરજ પણ બજાવવાની હોઇ છે, કયાંક દેશની, કયાંક રાજયની અને લોએન્ડ ઓર્ડરની ફરજ બજાવવાની હોઇ છે. એની સામે માનની સંવેદના પણ જોવાતી હોઇ છે. એને પણ બેલેન્સ કરી લો એન્ડ ઓર્ડર મેન્ટેઇન કરવો પડે છે,  તો સાથે બે વર્ષમાં કઇ રીતે આ સ્થિતિને જોઇ અને એનો સામનો કર્યો ?

જવાબ:વાત બીલકુલ સાચી છે. પરંતુ ક્રાઇમ કરનારા લોકોની વય મર્યાદામાં ખુબ જ તફાવત જોવા મળે છે. જુવેનાઇલથી લઇ ૭૦ વર્ષ સુધીનાં લોકો ક્રાઇમમાં ભાગીદાર થતાં હોઇ છે, તો આ તમામ લોકો સાથે અલગ અલગ રીતે વર્તન કરવું પડે છે. ૧૮ વર્ષની વયનાં બાળકો જે મર્ડર લૂંટ જેની પ્રવૃતિમાં આવી જતાં હોઇ છે તે ત્યારે માનવી અભીગમ દાખવો પડે છે. ત્યારબાદ વાત કરીએ ૨૫ થી લઈ ૪૫ વર્ષના ગુનેગારોની તો તેઓની સાથે કડકાઈથી વાત કરવામાં આવે છે. કારણ કે તેઓ લુખ્ખા તત્વો, અને સમાજનાં દુષણો તરીકે પ્રસ્થાપિત થતા હોઈ છે તો કયાંક એવા પણ ગુનેગારો સામે આવે છે જે બીજાથી ભોગ બનેલા હોઈ અને કાયદાકીય રીતે તેઓ ગુનેગાર બન્યા હોઈ, તો વાત એમ છે કે અલગ અલગ પ્રકારનાં લોકો સાથે વિભિન્ન રીતે વર્તન કરવું પડતું હોઈ છે, અને પોલીસ તંત્રમાં એએસઆઈથી માંડી કોન્સ્ટેબલ સુધીના જવાનો લોકો વચ્ચે રહેતા હોઈ છે. જેથી તેઓને સમજવામાં કોઈ તકલીફ પડતી નથી.

Dsc 7809

સવાલ: ઘણી વખત પોલીસ સામે પડકારો ઉભા થતા હોઈ છે. ત્યારે મીડીયાની બીન જરૂરી પ્રેસર પણ ઉભૂ કરતું હોઈ છે. ત્યારે આપ આટલી મોટી જવાબદારી ને કઈ રીતે નિભાવો છો અને લોકોને શું સંદેશો આપશો?

જવાબ: હું આપણે જણાવી દઉ કે રાજકોટ એક રંગીલુ શહેર છે એમાં પણ રાજકોટની મીડીયા દેશનાં અન્ય મહાનગરો કરતા ખૂબજ એકટીવ છે. પોલીસની જેમ જવાબદારી હોઈ છે. તેમ મીડીયાનામીત્રોની પણ જવાબદારી હોઈ છે, કે નાનામાં નાની ઘટના સુધી પહોચવું, ત્યારે પોલીસ તંત્ર કાંકિટ માહિતી આપે છે જેથી આગળ જઈ કોઈ પણ ને તકલીફ ન થાય. કોઈક વાર એવું પણ બને છે કે માહિતી મીડીયાનાં મીત્રોને પ્રારંભીક ધોરણે ન પણ આપી શકાય, કારણ કે સિક્રસી મેઈન્ટેઈન કરવી પડતી હોઈ છે. તે સમયે મીડીયાનાં મીત્રોને મનદુ:ખ થતુ હોય છે. પરંતુ તે પણ અમારી વ્યથાને સમજી પોલીસને મદદ કરતી હોઈ છે ક્ક કેસોમાં મીડીયાના મીત્રો જ માહિતી આપતા હોઈ છે. જેથીકેસને સોલ્વ કરવામાં તકલીફ નથી પડતી હોતી એટલે કહી શકાય કે પોલીસ અને મીડીયાને પતિ-પત્નિ જેવો સંબંધ છે. ત્યારે પોલીસ પણ પારદર્શક રહી મીડીયાની સાથે રહે છે. કારણ કે જો પોલીસ પ્રારદર્શક રહેશે તો કોઈ પણ તકલીફનો સામનો ન કરવો પડે.

સવાલ: હુમન રાઈટસ, કોર્ટ અને ધરી બધી મર્યાદા વચ્ચે રહી આપે ગુનેગારોને સજા કરવી પડે છે. અને લોકોને ન્યાય પણ અપાવવાનો હોઈ છે. ત્યારે ગુનેગારો પણ છટકબારી કરતા હોઈ છે. ત્યારે આપને એવું નથી લાગતુ કે થોડો ચેન્જીસ થવો જોઈએ?

જવાબ: વાત બીલકુલ સાચી છે કે કોઈક વાર લોકોની આશા ઉપર નથી પૂર્ણ ‚પથી ખરા ઉતરી શકતા અને હુમન રાઈટસ અને કોર્ટનાં ગાઈડલાઈન્સ પ્રમાણે કામ કરવું પડતુ હોઈ છે. તકલીફ તો ત્યારે પણ દભવતીત થાય છે. જયારે લુખ્ખા તત્વો જે સમાજને હેરાન કરે છે. ત્યારે એવી પણ સ્થિતિનું નિર્માણ થાય છે કે સમાજના ગુસ્સો ભોગવવો પડે છે. કે આક્ષેપો પણ થતા હોય છે કે પોલીસ તંત્રએ સેટલમેન્ટ કરી નાખ્યું, જેથી આ બધી તકલીફોમાંથી રસ્તો કાઢવો પડે છે. અને ગુનેગારો ને દંડીત કરવામાં આવે છે. પરંતુ લોકો અને મીડીયાને ખરા અર્થમાં સ્પોર્ટ મળતો રહે છે. જેથી કાર્ય મહદઅંશે ઓછુ થઈ જાય છે.

સવાલ: ધણી ખરી વાત પોલીસ તંત્રએ રિસ્ક લઈને કાર્યો કરવા પડે છે. અને ગુનેગારોને સજા ફટકારાઈ છે. ત્યારે આપ આ સ્થિતિને કઈ રીતે જોવો છો?

જવાબ: પોલીસ તંત્રનું મુખ્ય કામ અને પ્રાધાન્ય એજ છે કે લોકહિતમાં કામ કરવું, બહેનોની રક્ષા કરતી, તેના કારણે જ કુદરત સાથ આપતું હોઈ છે, નહિતર કુદરત પણ સાથ નથી આપતું, ગુનેગારો પણ હોશિયાર થઈ ગયા છે. કાયદાનું જ્ઞાન ધરાવે છે,જેથી પોલીસ તંત્રને પણ ધણી તકલીફનો સામનો કરવો પડે છે. પરંતુ કુદરત સાથે હોવાથી બધુ જ હેમ ખેમ પતી જાય છે. કારણ કે પોલીસ તંત્ર હંમેશા લોકહીત માટે જ કામ કરે છે.

સવાલ: લોકો તંત્ર પાસે ખોટી અરજી કરતા હોઈ છે. ખોટી અપેક્ષાઓ પણ રાખતા હોઈ છે. તંત્રનો ગેરઉપયોગ પણ થતો હો, છે તો આની ખામીઓ શું છે અને આને દૂર કઈ રીતે કરી શકાય? કારણ કે છેવટે બોજ પોલીસ તંત્ર ઉપર જ આવે છે?

જવાબ: પોલીસ ફોર્સ પાસે દારૂ, જુગાર, વીઆઈપી બંદોબસ્ત ગોઠવવાની સાથો સાથ અરજીનો નિકાલ કરવાની કામગીરી કરવાની હોય છે. ધણીવાર આતંકવાદી ગતીવિધિઓને ઈન્પૂટસ પણ મળતા હોઈ છે. જેની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે લોકો જે ખોટી અરજી કરે છે. અને પોલીસનો સમય બગાડે છે. તે ન કરવું જોઈએ કારણ કે તે કરવાથી સાચા લોકોને સમય નથી ફાળવી શકાતો, ધણી વખત કોર્ટમાં પોલીસ તંત્ર દ્વારા કેસ દાખલ કરવામાં આવે છે. ખોટી અરજીઓ કરતા હોઈ તે લોકો પર અને તેની જોગવાઈ પણ કરેલી છે. સીવીલ હોસ્પિટલમાં મરણ પામેલા લોકોની એડીની અરજી અમદાવાદ, વડોદરા કરતા પણ વધુ છે.જે ન હોવી જોઈએ પરંતુ તંત્ર હવે સજાગ થઈ ગયું છે. અને જે ખોટી અરજી કરે છે. તેના વિરુદ્ધ કાયદાકીય પગલા પણ લેવામાં આવશે.

સવાલ: અત્યાર તંત્ર માટે જે પડકાર છે કે વ્યાજેરૂપિયાલઈને વ્યાજના ચક્રમાં ફસાઈ જતા હોય છે તે છે, સંજોગો પણ એવા ઉભા થયા છે, કયાંક લોકોની જરૂરીયાત પણ વધુ છે, બેન્કિંગ સેકટર એટલુ મજબુત નથી થયું, જેને લઈ લોકોએ વ્યાજે રૂપિયા લેવા પડે છે, તંત્ર માટે તલવારની ધાર ઉપર ચાલવું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે શું કેશો ?

જવાબ: રાજકોટમાં સૌથી મોટુ જે દુષણ હોય તો તે વ્યાજખોરીનું છે. આ કેસમાં નાનાથી માંડી અમીર વર્ગના લોકો ફસાઈ ચુકયા છે. રાજકોટમાં સરકાર માન્ય ૪૫૦ વ્યાજખોરોની રજીસ્ટર્ડ ઓફિસ છે. હાલની સ્થિતિમાં રાજકોટ પોલીસે ૧૯૦ જેટલા કેસો નોંધયા છે. જેમાં ૮૦ લોકોને પાસા પણ કરવામાં આવ્યા છે. કોઈ કેસમાં એટલે સિમ્પલ મની લેન્ડીંગમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી ગયો હતો. જેમાં તે પૈસા પડાવવા માટે દાગીના, વાહન અને ઘર પર કબજો મેળવી લેતા હતા. જેને ધ્યાને લઈ રાજકોટ પોલીસ તંત્રએ ખાલી વ્યાજખોરો ઉપર સિમ્પલ મની લેન્ડીંગનો નહીં પરંતુ આઈપીસી ૩૬૭, ૩૬૬ દાખલ કરવાનો નિર્ણય પણ લીધો જેના વિરોધમાં વ્યાજખોરો નામદાર હાઈકોર્ટમાં પણ ગયા હતા જયાં હાઈકોર્ટે પોલીસ તંત્રની તરફેણ કરી હતી. વ્યાજમાં ફસાઈ ગયેલા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું. ૧૯૦ કેસોની સામે ૬૦૦ કેસમાં બંને પક્ષોએ સમાધાન કરી પોલીસ તંત્રને એફીડેવીટ પણ આવી ગયા. ઘણીવાર મુદ્દો એટલો જટિલ બનતો હોય છે કે લોકો આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે ત્યારે તંત્ર એમને કહે છે કે જયારે તેઓએ પોતાની જિંદગીના૫ થી ૭ વર્ષ તકલીફમાં કાઢયા તો પોલીસને ૨૦ થી ૨૫ દિવસ તો આપો જેથી લોકોએ પોતાનો જીવ ન ગુમાવવો પડે. સામે વ્યાજખોરોએ પણ અરજી કરતા જણાવ્યું હતું કે, તેઓ વ્યાજ વટાવનો ધંધો બંધ કરી દયે છે અને લેવાના બાકી રૂપિયા તેઓ કોર્ટ મારફતે જ મેળવશે. કારણકે તેઓ પણ સમજી ગયા છે કે જો તે આ કાર્યમાં આગળ વધશે, તો તેઓને જેલ પણ થઈ શકે છે. વ્યાજ વટાવનું દુષણ જે રાજકોટમાં ઘટતું છે તેનું મુખ્ય કારણ રાજકોટમાં યોજાયેલા લોક દરબાર છે. આ પ્રકારના ગુન્હામાં ૧૫ ટકા એવા પણ લોકો છે જે પ્રોફેશ્નલ વ્યાજ વટાવ ન હોય, મિત્રતામાં આપ્યા હોય પરંતુ લેનારની દાનત બગડતા તેઓનું નામ વ્યાજખોરોમાં રાખી દેતા હોય છે. જેથી પોલીસ ઈન્સ્પેકટરને સુચના છે કે આ પ્રકારના કેસોની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવે જેથી બે ગુન્હામાં લોકોને સજા ન થઈ શકે.

Dsc 7817

સવાલ: સાહેબ છેલ્લા ૨ વર્ષમાં પ્રજા અને તંત્રનો અનુભવ કેવો રહ્યો ? કારણ કે ઘણીવાર પોલીસને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને પોલીસના ખંભે બંદુક ફુટતી હોય છે ?

જવાબ: પોલીસ એક એવો વિભાગ છે જેની પાસે ફરીને લોકો આવતા હોય છે. માની લ્યો કે શહેરમાં પાણીના પ્રશ્ર્નો હોય તો લોકો રોડ ઉપર ઉતરી આવે તો ત્યારે પોલીસ, મચ્છરોનો ત્રાસ હોય તો ત્યારે પોલીસ, હાલ ફિને લઈ હોબાળો થતો હોય તો ત્યારે પોલીસ એટલે પોલીસ તેમની ડયુટી ઉપરાંત ઘણુ એવું કામ કરવુ પડતું હોય છે. સાથો સાથો કોસ્ટલ પ્રેટ આવે તો વિવિધ એજન્સીઓ સાથે લાઈઝનીંગ કરવું પડતું હોય છે. લોકોની અપેક્ષા પોલીસ તંત્ર ઉપર ખુબ જ વધુ છે. જેથી તેને પહોંચી વળવા તે પોલીસનો મુખ્ય ઉદેશ્ય છે. કયાંક પોલીસ ઉપર એલીગેશન પણ થતા હોય છે. કારણકે ફોર્સમાં ૯૦ ટકા પોલીસ કોન્સ્ટેબલ છે, તો ૫ ટકા જ અધિકારીઓ છે જેથી કોન્સ્ટેબલમાં લોકોની સાથે જોડાયેલા હોય છે. જેથી તેમનો વ્યવહાર મહદઅંશે ઈગોઈસ્ટીક દેખાતો હોય છે. જેને લીધે સમાજ વચ્ચે ઘર્ષણ ઉભુ થાય છે. હાલ ૩૦૦ જેટલા નવા રીકરૂટ આવતા ડિસીપ્લીન ઉભી થઈ છે અને જે નવા રીકરૂટ છે તેને સ્ટોન કિલરનો કેસ દેખાડવામાં આવ્યો હતો, કારણકે એ કેસમાં રાજકોટની જનતા અને મીડિયાએ જે સપોર્ટ કર્યો છે તેના પગલે જ સ્ટોન કિલરને પકડવો આસાન બન્યો હતો એટલે પોલીસ તંત્રની પ્રજા તરફની જે જવાબદારી છે તે બમણી બની જાય છે.

સવાલ: પોલીસમાં નોકરી કરવી તે એક પડકાર અને ગૌરવની વાત છે અને સેવાનું કાર્ય પણ છે તો આનો આપને સંતોષ કેવો મળે છે ?

જવાબ: સતીષભાઈ પોલીસ તંત્ર એક એવું તંત્ર છે. જેને વિચારવાનો સમય કોઈ દિવસ નથી મળતો. કોઈપણ કામ તેઓએ ત્વરીત રીતે જ શ‚ કરી દેવું પડે છે. બીજી વાત એ કે પોલીસ તંત્ર પાસે લોકો ત્યારે જ આવે છે જયારે તેઓના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હોય અને છેલ્લી આશ હોય તથા પોલીસ તંત્ર પાસે આવતા લોકો હસ્તા નથી હોતા એટલે કહેવાનું એ રહ્યું કે પોલીસની નોકરી જ એક એવી નોકરી છે જેનો ગૌરવ થાય અને સમાજ અને દુખ્યારાઓના આશીર્વાદ મેળવી શકાય. જયારે કોન્સ્ટેબલ પોતાના ગામડે જાઈ તો તેઓ કહેતા હોય છે કે ગામડામાં ગૌરવની અનુભુતી થાય છે કે વ્યકિત પોલીસ ખાતામાં છે એટલે કહી શકાય કે પોલીસમાં નોકરી કરવી તે એક ગૌરવની વાત છે એટલે જ સિનિયર ઓફિસરો તાલીમ આપવામાં આવતી હોય છે કે પ્રજાહિતમાં કામ કઈ રીતે કરવું, પ્રજાને સંતુષ્ટ કઈ રીતે રાખવી, માનવી અભિગમ કઈ રીતે રાખવો અને નવી પોલીસ ભરતી થતા પ્રજા સાથેનો સંવાદ પણ સુમધુર બની રહેશે, કારણકે પોલીસ તંત્રનું પહેલુ અને પ્રધાન કામ એજ છે કે લોકોની રક્ષા કરવી અને તેનું માન સન્માન જાળવવું.

સવાલ: સાહેબ લોકોને સંદેશો શું પાઠવશો ? અને અમે ગૌરવવંતીત છીએ કે રાજકોટને ખુબ જ સારા પોલીસ કમિશનર મળ્યા છે તો સાહેબ આપનો સંદેશો શું છે લોકો માટે ?

જવાબ: આજના દિવસે હું સંદેશ કરતા વિનંતી કરુ છું કે લોકો અને જયારે રાજકોટ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ રિર્સોસીસ કે પાણી, વિજળી, રોડ તો તેનો ઉપયોગ નુકસાન પહોંચાડયા વિના કરવો જોઈએ. જો લોકો સ્માર્ટ બનશે તો રાજકોટ સ્માર્ટ સિટી છોકરા બની જશે. તેમાં મીન મેક નથી. લોકો પાણીનો બચાવ કરે, ટ્રાફિકનો ભંગ ન કરે, કારણ ફાયદો અને કાનુન લોકોની સુખાકારી માટે બનતા હોય છે. લોકો વાહન ચલાવતા હેલ્મેટ અને ગાડી ચલાવતા સીટ બેલ્ટ પહેરે જેથી ઈજા પણ ન થાય. અંતમાં એટલું જ કહીશ કે લોકો સ્માર્ટ બનશે તો શહેરને સ્માર્ટ બનતા કોઈ નહી રોકી શકે અને લોકોની જે અપેક્ષા પોલીસ તંત્ર તરફની છે તે રાખવી જોઈએ પરંતુ સમજી વિચારીને, જેથી તંત્ર સાચા કામોમાં પુરો સમય આપી શકે અને લોકોની સેવા કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.