Abtak Media Google News

રેમો ડિસૂઝાએ પોતાની આગામી ફિલ્મ ABCD 3 ની શુભ શરૂઆત કરી હતી. રેમો ડિસૂઝાએ બનાવેલ ફિલ્મ ABCD, ABCD 2 એ ફિલ્મ જગતમાં ધૂમ મચાવી હતી. તેની આ બંને ફિલ્મે લોકોમાં ડાન્સ પ્રત્યેનો એક અલગ જ રોસ જગદયો હતો.અને લોકોને પોતાના આ બંને ફિલ્મથી ડાન્સ પ્રેમી બનાવ્યા હતા. હાલમાં જરેમો ડિસૂઝા એ આગામી ફિલ્મ ABCD 3 ની શુભારંભ કરાવ્યો હતો.

ફિલ્મ ABCD 3માં મેન હીરોના રૂપમાં વરુણ ધવન ને રાખવામા આવ્યા હતા. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં કેટરીના કૈફ નજર આવવાની હતી.પરંતુ કેટરીના કૈફ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેમણે આ ફિલ્મ માટે ના પડી હતી. ત્યારબાદ ફિલ્મમેકર્સે બોલિવુડની ઘણી એક્ટ્રેસને જોઈ હતી અંતિમમાં તેમણે શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હતી.

ફિલ્મમેકર્સે કનફોર્મ કરીને જણાવ્યુ હતું કે ફિલ્મ ABCD 3 માં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર સ્ક્રીન ઉપર નજર આવશે. હાલમાં જ રેમો ડિસૂઝા, વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર મુંબઈના એક ડાન્સ સ્ટુડિયોની બારે નજર આવ્યા હતા જેની તસ્વીરો તમે નીચે જોઈ શકો છો.  

Img 5375
Img 5358
Img 5434
Fotojet 4

તમને જણાવી દઈએ કે ABCD 3 ફિલ્મનું શૂટિંગ પંજાબમાં 22 જાન્યુઆરી થી ચાલુ થશે. ત્યાર બાદ યુકેમાં પણ આ ફિલ્મનુ શૂટિંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.