Abtak Media Google News

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર તેમજ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીની લવ સ્ટોરી જગ જાહેર છે. બંને સમયાંતરે એકબીજા સાથે સારો સમય વિતાવતા હોય છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હવે જોઇન્ટ વેન્ચરમાં મુંબઇ અને નવી દિલ્હીમાં હોટેલ ખોલવાની યોજના ઘડી રહ્યા છે. આ કપલે તાજેતરમાં જ આ મામલે મુંબઇના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. મુંબઇના પરા વિસ્તાર એટલે કે ટાઉન સાઇડ અને નવી દિલ્હી બંને શહેરોમાં હોટેલ માટે એક જગ્યા પસંદ કરી હતી.

હોટેલની બહાર કેદ થયેલા લવ બર્ડસ, હોટેલ બિઝનેસ માટે જ મળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે બંને મુંબઇ અને નવી દિલ્હીમાં પોતાની હોટેલના બાંધકામ માટે યોગ્ય પરવાનગીઓ મેળવ્યા બાદ આવતા વર્ષે ત્યાં બાંધકામ શરુ કરવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.