Abtak Media Google News

શુક્રવારે બોક્સ ઓફિસ પર અનુષ્કા શર્માની ફિલ્મ Pari રિલીઝ થવાની છે. ફિલ્મ Pari નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેને દર્શક ખૂબ પસંદ કરી રહ્યા છે. મેરેજ પછી અનુષ્કાની આ ફર્સ્ટ ફિલ્મ છે. આ કારણે વિરાટ કોહલી પણ વધારે ઉત્સાહિત છે. પ્રાપ્ત માહિતી મુજબ, રિલીઝ પહેલા ફિલ્મ પરીની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે. જેની જવાબદારી વિરાટ કોહલીએ ઉઠાવી છે. અત્યારે અનુષ્કા શર્મા વરુણ ધવનની ‘સુઈ ધાગા’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેની પાસે ટાઈમ નથી કે તે મહેમાનની યાદી પણ બનાવી શકે. તેવામાં વિરાટ કોહલી તે સ્પેશિયલ ગેસ્ટની યાદી તૈયાર કરી રહ્યા છે જેને સ્ક્રીનિંગમાં નિમંત્રણ આપવાનું છે. એટલું જ નહિ ખબર તો એવી પણ છે કે, વિરાટ કોહલી સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ હોસ્ટ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા તેની અપકમિંગ ફિલ્મ ‘પરી’ માટે વધારે એક્સાઈટેડ છે. આ એક હોરર ફિલ્મ છે જે માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. પરંતુ પ્રથમ દિવસથી અનુષ્કા તેની ફિલ્મને લઈને વધારે ચર્ચામાં છે. ટ્રેલર પહેલા પરીના બે ટીઝર આવી ચૂક્યા છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની આ ત્રીજી ફિલ્મ છે અને અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં તેમના ડરામણ લૂકથી બધાને ચોંકાવી દીધા છે. પહેલા રિલીઝ થયેલ હોરર થ્રીલર ફિલ્મોમાં જે કમાલ આજ સુધી કોઈ બોલિવુડ એક્ટ્રેસ કરી શકી નથી કદાચ તે અનુષ્કા કરતા નજર આવી રહી છે. ફર્સ્ટ ટાઈમ એવું છે કે જ્યારે કોઈ હિન્દી હોરર ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મ હોલિવુડ હોરરની જેમ લાગી રહી છે. જે અંદાજમાં ટ્રેલરમાં વસ્તુઓને પોટ્રેટ કરવામાં આવી છે તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ એક સુપર નેચરલ થ્રિલર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.