મુમુક્ષ આયુષીકુમારીજી બન્યા આનંદરતીશ્રીજી મ.સ.

જાગનાથ સંઘના આંગણે પુ. યશોવિજયસુરીજી મ.સા.ની પાવનનિશ્રામા આયુષીકુમારીએ સંયમના માર્ગે કર્યુ પ્રયાણ

જાગનાથ શ્ર્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘના આંગણે આજે રાજકોટના આયુષીકુમારી દોશીએ સંયમના માર્ગે પ્રયાણ કર્યુ છે.

ગઈકાલે મુમુક્ષ આયુષીકુમારીની ભવ્ય સંયમ શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી. શાસન પ્રભાવક આચાર્ય પુ. યશોવિજયસુરીજી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં આયુષીકુમારી દોશીએ આજે સવારે દિક્ષા સંગીતકાર કરી છે.

દિક્ષા સંગીકાર કરનાર મુમુક્ષ આયુષી કુમારીને ધોરણ ૧૦ ભણ્યા બાદ દિક્ષા લેવાના ભાવ જાગ્યા હતા.

પાંચ વર્ષ પુર્વે તેમના મોટા બહેને પણ દિક્ષા લીધી હતી અને સંયમના માર્ગ અપનાવ્યો છે. ત્યારે મોટા બહેનના પગલે નાની બહેન આયુષીકુમારીએ પણ આજે દિક્ષા અંગીકાર કરી જૈન ર્ધમના પાવન સિધ્ધાંતોને જીવનમાં ઉતારી સંયમનો માર્ગ અપનાવ્યો છે.

જાગનાથ સંઘના આંગણે આજે સવારે આઠ વાગ્યે પુ. યશોવિજયસુરીજી મહારાજના પાવન સાનિધ્યે પ્રવજયાવિધિનો પ્રારંભ થયો હતો.

ઉપરાંત આયુષીકુમાના ત્યાગને સન્માનતી ત્યાગ શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં આચાર્ય ભગવંત પુ. યશોવિજયસુરીજી આદિ ઠાણા, સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ તેમજ મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ આ ગૌરવભર્યા વરઘોડામાં જોડાયા હતા.

દિક્ષા પુર્વે ૩૦ મીના રોજ ધર્મનાથ જિનાલયમાં પંચકલ્યાક પુજા યોજાઈ હતી.

તેમાં કપડા રંગવાના, મહેંદી રસમ, સાંજી વેગેર કાર્યક્રમો યોજાયા હતા.  તેમજ રાત્રીના સન્માન અને સાંસ્કૃતિક

કાર્યક્રમો યોજાયા હતા. આજે સવારે આયુષીકુમારીએ સંયમના પાઠ ભણી દિક્ષા અંગીકાર કરી સંસારના બંધનો છોડયા છે.

Loading...