સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરી ની સ્મૃતિમાં અપાતો તાના-રીરી એવોર્ડ અનુરાધા પોંડવાલ, વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે એનાયત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ ર૦ર૦-ર૧નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું. સંગીત-ગાયન-વાદ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ર૦૧૦થી તાના-રીરી એવોર્ડ દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને સન્માનિત સન્માનિત કરવાની પરંપરાની ૧૦મી કડીમાં ર૦ર૦-ર૧ના તાના-રીરી એવોર્ડમાં પાંચ લાખનો પુરસ્કાર-તામ્રપાત્ર -શાલ અર્પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરાયો હતો.

રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન

આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન દ્વિદિવસીય મહોત્સવ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરમાં દર વર્ષે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ર૦૦૩થી કરવામાં આવે છે.

આદ્યકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીનું અમર સંગીત

આદ્યકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ તાના-રીરી મહોત્સવ યોજાય છે.

2010થી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા

વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ર૦૧૦ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરંપરામાં વર્ષ-ર૦ર૦-ર૧ના તાના-રીરી એવોર્ડ આજે ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુશ્રી અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રસંશા કરતાં તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

તાના-રીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાના-રીરી સમાધિ સથળ સમીપે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષ કોરોના સંક્રમણની વિશિષ્ટ સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્યાર સુધી આટલા કલાકારોને મળ્યો છે એવોર્ડ

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા આ તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. તદઅનુસાર, ૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર- ઉષા મંગેશકર બહેનોને તેમજ ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.

Loading...