Abtak Media Google News

Table of Contents

BIS ૯૧૬  હોલમાર્ક સોનાની શુધ્ધતાની સાથે વિશ્ર્વસનીયતા પણ વધારી

દાગીનાની “ખૂબી સામે મજૂરી “ફીકી

ભારતમાં સોનું એ સ્ત્રીધન ગણવામાં આવે છે. સોનાને એક અલગ નજરે જોવામાં આવતું હોય છે. સોનાને સંકટ સમયની સાંકળ માનવામાં આવતું હોય છે. અક્ષયતૃતિય, ધનતેરસના સોનાની ખરીદી કરવી અતિ શુભ માનવામાં આવે છે.ત્યારે કોરોનાના કહેરના કારણે દરેક ક્ષેત્ર પર માઠી અસર પડી છે. પરંતુ સોનાના વેપારીઓને આશા છે કે દિવાળી પર સોના-ચાંદીના ધરેણાની ખરીદી થશે ઉપરાંત દરેક વેપારીઓ બીઆઈએસ ૯૧૬ હોલમાર્ક વાળા જ સોનાના ઘરેણા જે ૨૨ કેરેટના હોય તેનું જ વેચાણ કરે છે.

ગોલ્ડ ડિલર એસો. દ્વારા ડાયમંડ અને ગોલ્ડમાં મજૂરી ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ: ભાયાભાઈ સાહોલીયા

Vlcsnap 2020 11 03 08H48M07S941

અબતક સાથેની વાતચિત દરમિયાન ગોલ્ડ ડિલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ જણાવ્યું હતુ કે કોરોનાના કારણે તમામ ધંધા પર અસર થઈ છે. દિવાળી પર અમોને આશા છે કે લોકો સોના-ચાંદીની ખરીદી કરશે અમારા રાજકોટ ગોલ્ડ ડિલર એસો.એ ડાયમંડ જવેલરીની મજૂરી ઉપર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ અને ગોલ્ડની જવેલરીની મજૂરી ૨૫ ટકાનું ડિસ્કાઉન્ટ આપેલ છે. અત્યારે ૨૫ થી ૩૦ ટકા ઘરાકી છે. સોનામાં બીઆઈએસ ટ્રેડ માર્ક આવી ગયો છષ. સ્વૈચ્છિક લોકોએ ટ્રેડને અપનાવ્યો છે. બીઆઈએસ વાળો જે માલ લેવો અને હોલમાર્ક વાળો જ માલ વેચવો, તેમાં લોગો મારે હોય જવેલર્સનો લોગો લેબનો લોગો તેવા ચાર લોગો હોયતે તપાસીને જ લેવું. ૨૦ કેરેટએ ૮૩૦ના માર્કો આવે પરંતુ હવે ૨૦ કેરેટ બીઆઈએસ વાળાનું અપૂર્વનથી કરતા પહેલા લગાડતા હવે સરકારે પ્રતિબંધીત કર્યો છે. ૨૨ કેરેટ એટલે ૯૧૬, ૧૮ કેરેટ ૭૫૦ ૯ કેરેટ ૩૭૫ હોય પહેલા વધુ કહેતા હવે કેરેટ કહે. વર્ષોથી ભારતમાં સ્વીઝ અને લંડનની લગડી આવે છે. ગર્વમેન્ટપણ આયાત કરે છે. ઈમ્પોર્ટ એકસપોર્ટ વાળા પણ મંગાવે એ જે પયોર લગડી આવે તે ૯૯૯.૦ની છે આપણા દેશમાં એવી કોઈ લગડી બનતી નથી પરંતુ હવે થોડુ બનવાનું શરૂ થયું પરંતુ પહેલેથી લેતા એટલે તેનું પ્રભુત્વ વધુ છે. તેની કવોલીટી સ્યોર હોય છે. ઘણી વખત સોનામાં રાજકોટના ભાવ વધુ લાગતા હોય પરંતુ તેની સામે અમે પ્યોરીટી કવોલીટીમા માનીએ છીએ બીજી જગ્યાએ અનેક ગણો ભાવ ઓછો પરંતુ તે લોકોને આકર્ષવાનું હોય તેમાં સ્ટોન, રેડીયમ, સહિત પર પૈસા વધુ લગાડે તેમ કરી જોઈએ તો રાજકોટ ગોલ્ડ ડીલર એસો.નું બીલ અને ત્યાંના બીલ જોઈએ તો એકંદરે ત્યાંનું સોનું મોંઘુ લાગશે.

હાલમાં ગિફટ આપવા ચાંદીની આઈટમોનું વધુ ચલણ: ધવલ આડેધરા (પોપ્યુલર જવેલ શોપી)

Vlcsnap 2020 11 03 08H57M13S941

અબતક સાથેની વાતચીત દરમિયાન પોપ્યુલર ધ જવેલ શોપી રાજકોટનાં પાર્ટનર ધવલ આડેસરાએ જણાવ્યું હતુ કે પોપ્યુલર ગ્રુપની સ્થાપના ૧૯૬૩માં થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીમાં સર્વશ્રેષ્ઠ કવોલીટી, પ્યોરીટી કસ્ટમર્સને સંતોષ મળે તે પ્રકારનાં રાહતભાવમાં રેન્જ ઉપલબ્ધ કરવી તે જ મુખ્ય હેતુ છે. ચાંદીમાં પોપ્યુલરનું નામ વાસણ, પાયલ, કંદોરા, સહિતની જવેલરીમાં રહ્યું છે. અમારી પાસે પાયલમાં એક હજારથી વધુ ડિઝાઈન રેડીમાં ઉપલબ્ધ છે. જેમાં બ્રાઈડલ પાયલ, જસ્સી, કચ્છી, ડી-ફેન્સી પાયલ, ઓકસોડાઈઝ પાયલ ઉપલબ્ધ છે. વાસણમાં ૩ ઈંચથી લઈ ૧૨ ઈંચ સુધીની જરૂરીયાત મુજબના વાસણનું કલેકશન ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કંકાવટી, તલવાર, મોરી, મામઠ પણ ઉપલબ્ધ છે. ચાંદીમાં આશરે ૩૦-૪૦ ટચથી શરૂ થાય અને ૮૦-૯૦ ટચ સુધીનો માલ બને છે. પોપ્યુલરમાં ૮૦ ટચથી ઉપરની જ તમામ આઈટમો રાખીએ છીએ પાયલ, કંદોરા, જુડામાં આપણી પાસે બે વકલ હોય એક ૮૦ ટચ બીજી સાડી બાણુ ટચની મૂર્તિ વાસણમાં ૩ વકલ આવે ૮૫ ટચ, ૯૨ ટચ, વાસણ સીકકા, લગડીએ ૯૯ ટચમાં બનાવીએ છીએ અત્યારે ગીફટમાં ચાંદીની વસ્તુઓ આપે છે. જેમાં લગ્ન પ્રસંગે જવેલરી આઈટમોનું ચલણ વધ્યું છે. પેન્ડન્ટ, બ્રેસલેટ, ઈયુરીંગ, રીંગ વગેરે કોર્પોરેટ ગીફટીંગમા મૂર્તિ, સિકકા, લગડી ટ્રે વગેરેનું ખૂબજ ચલણ છે.

૧૪ કેરેટ, ૧૮ કેરેટ, ૨૨ કેરેટના દાગીનામાં બીઆઈએસ ૯૧૬ હોલમાર્ક હોવું રૂરી: દિવ્યેશ પાટડીયા (જેમ્સ એન્ડ જવેલરી એસો.પ્રમુખ)

Vlcsnap 2020 11 03 08H48M31S618

અબતક સાથેની વાતચીત દરમિયાન જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના પ્રમુખ દિવ્યેશ પાટડિયાએ જણાવ્યું હતુ કે લોકો સોનામાં રોકાણ કરે છે. બીજી માર્કેટ સ્લો હોવાથી એકંદરે અમારી માર્કેટમાં ધંધો ઓછો છે. ઈન્વેસ્ટરોનો ભરોસો સોના પર વધ્યો છે. બીઆઈએસ ૯૧૬ હોલમાર્ક ગ્રાહકોને વિશ્ર્વાસ આવે તે માટે સરકારનો રૂલસ છેજેમાં ૨૨ કેરેટ, ૧૮ કેરેટ, ૧૪ કેરેટનાં જવેલરીમાં બીઆઈએસ હોલમાર્ક હોવું જરૂરી. ગ્રાહકો જે વેલ્યુંનું ગોલ્ડ લે છે તેનું પૂરેપૂરૂ વળતર ભવિષ્યમાં વેચવા આવે ત્યારે મળે તે માટેની ગર્વમેન્ટ અને વેપારીઓ સાથે રહી એક સેટઅપ કરેલ છે.જે વ્યકિતને પ્રોફેશનલ લે વેચ કરવી હોય તે બિસ્કીટમાં રોકાણ કરે બીજા લોકો ધરેણા ખરીદી કરીને રોકાણ કરે છે.

સ્વીઝમાં ઘણી બધી સિફાઈનરીઓ છે. રિફાઈનરીમાં સ્વીઝ આગળ પડતુ કામ કરે છે. ઈમ્પોર્ટ ગોલ્ડમાં વર્ષોથી સ્વીઝ ગોલ્ડ આવતું હોવાનું લોકોના મગજમાં છે. અત્યારે તો લંડન બુલીયન, ઓસ્ટ્રેલીયા બુલીયન, સહિત ઘણી ક્ધટ્રીઝમાંથી બુલીયન આવે છે. ઈન્ડિયાનું બુલીયન, સ્વીઝ જેટલી જ પ્યોરીટી ધરાવે છે. એવું નથી કે કોઈ માર્કાથી પ્યોરીટી ઓછી થાય. અમદાવાદમાં ડાયરેકટર ઈમ્પોર્ટ ગોલ્ડ વોલ્ટમાંથી મળે તે ગોલ્ડ રાજકોટ સુધી પહોચે તો તેનું ટ્રાન્સપોટીંગ સીકયુરીટીના કારણે ભાવ વધે એક ટ્રેડર બીજા ટ્રેડરને વેચે તો તે પોતાના નફાનો ૧૦ થી ૨૦ ટકા જે કાંઈ પોઈન્ટ ગાળો રાખીને વેચવાનો તેના કારણે રાજકોટનો ટ્રેડર વેચે તો તેના ભાવ વધુ હોય.

વન ઈન્ડિયા વન ગોલ્ડ રેટ અમારૂ કેમ્પેન નહીં પોલીસી છે: વિજય બુલચંદાની (માલાબાર ગોલ્ડ મેનેજર)

Vlcsnap 2020 11 03 08H49M46S934

અબતક સાથેની વાતચિત દરમિયાન માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના વિજયભાઈ બુલચંદાનીએ જણાવ્યું હતુ કે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના ૨૬૨ શો રૂમ છે. રાજકોટમાં ૨૦૧૩ થી શરૂ કરવામાં આવ્યું છે. અમારે ત્યાં વેડીંગ માટેની જવેલરી, પ્લેટીનીયમ, શીપલ ડાયમંડ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. માલાબાર અત્યારે એક પોલીસી લઈ આવ્યું છે વન ઈન્ડિયા વન ગોલ્ડ રેટ બધા જ ટેકસ સ્ટ્રકચર પૂરા ભારતમાં સરખા છે.તો કેમ ગોલ્ડ રેટ એક ન હોય માલાબાર લઈને આવ્યું છે કે પૂરા ભારતમાં માલાબારનાં શો રૂમ છે. જયાં પ્રેઝન્સ છે. ગમે તે સ્ટેટ, ગમે તે સીટીમાં દરેક જગ્યાએ સીંગલ રેટ હશે પોલીસી સરખી હશે આ અમારૂ કેમ્પેયન નથી અમારૂ પ્રોમીસ છે. અને અમે તેમાં ખરા ઉતરશું અત્યારે લોકો રોકાણ કરવું હોયતો વધારે જવેલરી લેતા હોય દરેક લોકોની પસંદગી જુદી જુદી હોય છે. તેથી કેવી જવેલરી પસંદ કરે તેના પર મજૂરી ધડામણ લાગતુ હોય રિયલ ડાયમંડમાં તેની સાઈઝ ઉપર તેના ભાવ નકકી થતા હોય.

હોલમાર્ક વિશ્ર્વસનીયતાની નિશાની જયેન્દ્રભાઈ રાણપૂરા (જી.ખુશાલદાસ એન્ડ કંપની)

Vlcsnap 2020 11 03 08H47M22S534

અબતક સાથેની વાતચિત દરમિયાન જી. ખુશાલદાસ એન્ડ કંપનીના જયેન્દ્રભાઈ રાણપૂરાએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૬૦ વર્ષથી બિઝનેસ કરીએ છીએ અમારે ત્યાં એન્ટીક જડતર, કુંદન, જયપૂરી, જોધપૂરી તમામ પ્રકારની લાઈટવેઈટ હેવી તમામ વેરાયટી ઉપલબ્ધ છે. ઘણા લોકો રોકાણ કરવા માટે સોનાની ખરીદીકરતા હોય જે પ્રોફેશનલી રોકાણ માટે કરતાં હોય તે સિકકા, લગડી લે બાકીનાં લોકો ઘરેણામાં રોકાણ કરે છે. દરેક શહેરમાં ભાવ અલગ હોય બધાની પોતાની પધ્ધતિ અલગ હોય અમદાવાદમાં સોનાના ભાવ ઓછા હોય તો લેબર તેની ત્રણ ગણી વધુ હોય આમ જોઈએ તો બધુ થાય સરખું જ દરેક ઘરેણાનું કામ જુદું જુદુ હોય તેના કામ મુજબ મજુરી લાગતી હોય છે.

બિસકીટમાં સ્વીઝ માર્કાના ક્રેઝ વધુ હોય પરંતુ મેજોરીટી સ્વીઝ જ આવે છે.બીજા લોકલ આવતા હોય પરંતુ જનરલી તેનો યુઝ ઓછો થતો હોય બીઆઈએ ૯૧૬ એ ગર્વમેન્ટની બોડી છે તે હોલમાર્કએ વિશ્ર્વસનીયતાની નિશાની કહી શકાય તે હોલમાર્ક હોય તેથી ૨૨ કેરેટ જ છે. તેવું કહી શકાય બીઆઈએસ માર્કો બીજા કોઈ લગાવી ન શકે ૨૦ કેરેટનું સોનું આવતું બંધ થ, ગયું ૨૦ કેરેટનું મેલ્ટીંગ આવતું હોય પરંતુ હોલમાર્ક જવેલરી રાખે છે.તે નથી રાખતા હોતા. ડાયમંડના સાઈઝ ઉપર ભાવ નકકી તતો હોય તેમાં પણ અલગ અલગ કવોલીટી આવતી હોય તેના પર ભાવ નકકી થતો હોય.

રીયલ ડાયમંડમાં કવોલીટી કલર, સાઈઝના કારણે ભાવ  વધુ હોય: મુકેશભાઈ (રાધિકા જવેલર્સ – મેનેજર)

Vlcsnap 2020 11 03 08H52M49S810

અબતક સાથેની વાતચિત દરમિયાન રાધિકા જવેલર્સનાં મેનેજર મુકેશભાઈએ જણાવ્યું હતુ કે સોનાના ધરેણાની ખરીદી કરતી વખતે તેની ડીઝાઈન ખૂબજ મહત્વ ધરાવે છે. આજે દરેક લોકો નવી નવી ડિઝાઈન નવા કોન્સેપ્ટ મળે તેવી અપેક્ષા રાખતા હોય જે માટે અમે પણ તેમને પસંદગીની ડિઝાઈન મળી રહે અને નવા કોન્સેપ્ટ આપવાના પ્રયત્નો કરતો હોય વેડીંગ સીઝન નજીક આવી રહી છે. ત્યારે અમારે ત્યાં બ્રાઈડલ જવેલરીનો ક્રેઝ વધુ હોય જેમાં સેટ, મંગલસુત્ર, બ્રેસલેટ, બેંગલ વગેરે બીઆઈએસ ૯૧૬ હોલમાર્કએ સરકારે નકકી કરેલ શુધ્ધતા છે. જે ૨૨ કેરેટનું પ્રમાણ દર્શાવે છે. અમે દરેક જવેલરી તે મુજબ બનાવીએ. જે લોકો રોકાણમાં વિચારતા હોય તે કોઈન લે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો રોકાણકારો ઘણા ઓછા થયા છે. અત્યારે લગ્ન આવતા હોય તે જવેલરી વધુ લે છે. સોનાની મજૂરીમાં વેરીએશન રહે જ કારણ કે ડિઝાઈન જુદી જુદી હોય કારીગરી અલગ અલગ પ્રકારની હોય ડાયમંડમાં ઘણા બધા ફેકટર હોય જેનાથી ભાવ વધે ફકત સાઈઝ જ નહી તેની કલેરીટી, કવોલીટી કલર વગેરે ફેકટર કામ કરે છે. મોટી સાઈઝ હોયતો ભાવ વધુ હોય હોલમાર્ક આવવાથી વિશ્ર્વાસ આવ્યો છે.એટલે હવેશંકાને સ્થાન નથી હોતું.

દિવાળીએ સોનાની ખરીદી વધશે તેવી આશા: મહર્ષિ વેકરીયા (રારા જવેલ)

Vlcsnap 2020 11 03 08H59M36S148

અબતક સાથેની વાતચિત દરમિયાન રારા જવેલના માલિક મહર્ષિ વેકરીયાએ જણાવ્યું અમારા શો રૂમમાં એન્ટીક જવેલરી, રીયલ ડાયમંડ, ૧૮ કેરેટ રોઝ ગોલ્ડ જવેલરી ઉપલબ્ધ છે. જેમાં જડાઉ, જડતર કલેકશન, સ્ટોનવાળુ કલેકશન ૧૮ કેરેટમાં ડેલીકેટ ડિઝાઈન ઉપલબ્ધ છે. અત્યારે લોકો સોનામાં રોકાણ કરે છે તે સારીબાબત છે. કારણ કે મારી દ્રષ્ટીએ હું એવું કહી શકું કે સોનું એ એક જ એવી વસ્તુ છે કે જરૂર પડયે તેને પાછું આપતા પૈસા તાત્કાલીક મળે છે. જૂના સમયમાં કેડીયમવાળું વર્ક આવતું ત્યારે ૯૧૬ એટલે ૨૨ કેરેટની પ્યોરીટી ૯૧.૬ એવું લખીને બધા સોનીઓ આપી દેતા પરંતુ હવે બધા નોલેજેબલ થયા અને સરકારે ડીઆઈએસ કરીને એક વ્યવસ્થિત હોલમાર્ક સેન્ટર જે ગર્વમેન્ટ અપ્રુવ લેબોરેટરી છે. તેનું હોલમાર્ક હોવું જરૂરી છે.

હોલમાર્કમાં ચારથી પાંચ સિમ્બોલ આવે બીઆઈએસનું ૨૨ કેરેટ અથવા ૧૮ કેરેટનો દાગીનો છે. તેને સ્ટેમ્પ હોય જેતે ગર્વમેન્ટ અપ્રુવ લેબોરેટરીનું નામ હોય, શો રૂમએ વેચ્યુ હોય તેનું નામ હોય આવી રીતે ૫ કેરેકટર ભેગા થાય ત્યારે તેને પરફેકટ હોલમાર્ક કહેવાય. જેમ આપણે ડિઝાઈનર જવેલરીમાં કે ડેલીકેટ જવેલરીની ડિઝાઈન યુનીક હોય તો તેની મજુરી વધુ હોય સીમ્પલ ડિઝાઈનની ઓછી હોય ગોલ્ડના ભાવ સીટી મુજબ જુદા જુદા હોય જેમકે મોરબી, રાજકોટ, અમદાવાદના અલગ હોય તે એશોસીએશન નકકી કરે છે. તેમને કેટલામાં વેચવું પોસાય કે નહી કેટલી સપ્લાઈ છે કેટલી ડિમાન્ડ છે. તે મુજબ જે તે સીટીના એસોસીએશન ભાવ નકકી કરતા હોય લોકડાઉનનાં કારણે ધંધાની સ્થિતિ ખરાબ હતી પરંતુ હવે ધીમેધીમે સારી થતી જાય છે. અત્યારના સમયને જોતા આશા છે કે ધનતેરસે સરી સોનાની ખરીદી થશે.

સોનાના ઘરેણામાં ડિઝાઈન મુજબ મજુરી લેવામાં આવે: અશોકભાઈ (જે.પી.જેવલર્સ)

Vlcsnap 2020 11 03 08H50M54S994

અબતક સાથેની વાતચિત દરમિયાન જે.પી. જવેલર્સનાં અશોકભાઈ જે.પી.એ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૩૫ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ અમારી પાસે બ્રાઈડલ જવેલરી, વેસ્ટર્ન સ્ટાઈલ જવેલરી, રોઝ-ગોલ્ડ વગેરે ઉપલબ્ધ છે. દિવાળી બાદ વેડીંગસીઝન શરૂ થશે. તેમા જડાઉ, જડતર એન્ટીક બિકાનેરી વગેરેના નવા કલેકશન ઉપલબ્ધ છે. દર વર્ષ જેટલી ઘરાકી નથી પરંતુ જે રીતે લોકો આવતા થયા છે તે જોઈને આશા છેકે આવશે લોકો બીઆઈએસ હોલમાર્ક એ ગર્વમેન્ટનું બોડી છે. જે આઈડેન્ટીફાઈ કરી આપે છે લેબોરેટરી ટેસ્ટીંગ કરે કે ૨૨ કેરેટ ગોલ્ડ છે.

ત્યારબાદ સર્ટીફીકેટ આપે તેને સ્ટેમ્પીંગ કરે કે ૯૧૬ એટલે ૨૨ કેરેટ વર્ષો પહેલા એવી ઈમેજ હતી. કે જૂના સોની હતા તે મીક્ષીંગ કરતા ખોટુ સાચુ કરતા તો આ ગર્વમેન્ટનું મીડીયેટર બોડી આવી ગયું જેથી ગ્રાહક પણ સંતોષ થાય. સોનાના દાગીના ડિઝાઈન કામ મુજબ મજૂરી લેવામાં આવતી હોય ઈન્ડીયામાં ટ્રેડ છે. તેમાંમ જૂરી ઓછી હોય ફોરેનમાં જાવ તો ત્યાં બાયફરગેશન નથી થતું ઈન્ડીયામાં બાયફરગેશન થાય છે. જેમકે મેકીંગ ચાર્જ, જીએસટી, વગેરે જે બધા આપે જ છે. અમે વેડીંગ માટે સ્પેશ્યલ નવું કલેકશન લઈ આવ્યા છીએ જેમાં અમારૂ દરબરી કલેકશન ટ્રેડીંગ છે. જયારથી શરૂ થયું છે. ત્યારથી ૨૦ થી ૨૫ ટકા જ વેપાર થાય છે. આશા છે કે વધુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.