Abtak Media Google News

દિલ્હીને ૬૦ હજાર કરોડનાં ખર્ચે અમેરિકન મિસાઈલથી સજજ સંરક્ષણ પ્રણાલીથી સુરક્ષિત કરશે સરકાર

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી માન ધરાવતા ભારતની સુરક્ષા વ્યવસ્થા હવે ટોચની અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓથી સજજ કરવાની કવાયતને લીલીઝંડી અપાઈ હોય તેમ નેશનલ એડવાન્સ સરફેસ્ટ ટુ એર મિસાઈલ સિસ્ટમ એનએસેમ્સ-૨ એડવાન્સ ભૂમિથી આકાશ પર પ્રહાર કરી શકે તેવી મિસાઈલ સંરક્ષણ પ્રણાલી અમેરિકાથી ખરીદવા જઈ રહ્યું છે.

નવી દિલ્હીની સુરક્ષાને ખાસ કરીને ડ્રોમનાં હવાઈ હુમલા અને સતત આતંકી છમકલાની શકયતાનાં પગલે દિલ્હીમાં હવે રશિયા અને ઈઝરાયલ જેવી બહુસ્તરીય સંરક્ષણ વ્યવસ્થા ઉભી કરીને દિલ્હી પર દુશ્મનોનું ચકલુ પણ ન ફરકે તેવી વ્યવસ્થા ઉભી થવા જઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી માટેની નવી એડવાન્સ ટેકનોલોજી એનએસેમ્સ-૨નો મુસદ્દો અમેરિકાને મોકલી દેવાયો છે. ૬૦ કરોડ રૂપિયાનો આ સોદો જુલાઈ-ઓગસ્ટમાં બહાર પાડી દેવાશે. દિલ્હીમાં આ પ્રણાલીનાં સ્થાપન માટેની જગ્યા અને વ્યવસ્થાની તૈયારીની ચર્ચાનાં કેટલાક તબકકાઓ પુરા થઈ ગયા છે. આ સોદો એકવાર પાર પડી ગયા પછી બેથી ચાર વર્ષોમાં દેશનું આ સુરક્ષા કવચરૂપી એનએસેમ્સ-૨ સંરક્ષણ પ્રણાલી પ્રાપ્ત થઈ જશે.

અમેરિકા દ્વારા ભારત પર દિલ્હી ઉપરાંત દેશનો અતિ સંવેદનશીલ સંરક્ષણ ક્ષેત્ર માટે થેડ અને પેસ-૩ મિસાઈલ પ્રણાલી ખરીદીનો આગ્રહ પણ રાખવામાં આવી રહ્યો છે. ભારત રશિયા સાથે ૫૦ હજાર કરોડનાં મુલ્યનું ભૂમિથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ ટેકનોલોજીનાં જે કરાર કર્યા હવે તેની જગ્યાએ અમેરિકા પોતાનાં કરારનો આગ્રહ કરી રહ્યું છે. ભારતે ૨૦૧૮માં રશિયા સાથે સંરક્ષણને લઈને કેટલાક કરારો કર્યા હતા જે અમેરિકાનાં ટર્મીનલ હાઈ એટીટયુડ એરીયા ડિફેન્સ અને પેટિયટ એડવાન્સ કેપેસીટીથી અલગ અને વિશિષ્ટ છે.

અમેરિકા સાથે ભારતનાં નવા સંરક્ષણ કરારોમાં નવી દિલ્હીને સુરક્ષિત કરવા માટે ભૂમિથી આકાશ પર પ્રહાર કરી શકાય તેવા એનએસેમ્સ-૨, એસે-૪૦૦ મ્સિાઈલ પ્રણાલી ઓકટોબર-૨૦૨૦ થી એપ્રિલ-૨૦૨૩ સુધીનાં સમયગાળામાં મળી રહેશે. આનો મતલબએ થયો કે ભારત, ચીન અને પાકિસ્તાન સામે પોતાની સંરક્ષણ પ્રણાલીઓ સુદ્રઢ બનાવવા જઈ રહ્યું છે. એસ-૪૦૦નાં માધ્યમથી ૩૮૦ કિમીની રેન્જમાં ડ્રોન મિસાઈલ, સ્પાઈ પ્લેન જેટ, બોમ્બર્સ સહિતનાં દુશ્મનોનાં શસ્ત્રોને તોડી પાડવાની સમર્થકતા મળશે. અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારી એનએસેમ્સ-૨ બહુહેતુ સંરક્ષણ પ્રણાલીમાં ભૂમિથી આકાશમાં પ્રહાર કરતી મિસાઈલમાં એઆઈએમ ૧૨૦૭ એડલાન્સ મિડીયમ રેન્જ આકાશથી આકાશ પર પ્રહાર કરતી મિસાઈલો થ્રીડી રડાર અને બોમ્બ અને અગ્નિ શસ્ત્રોનો દુશ્મનો પર પ્રહાર કરવા માટેનાં કંટ્રોલ એકમો સાથેનું સુદ્રઢ એકમો ધરાવતું શસ્ત્ર ઉપલબ્ધ બનશે. આ સુરક્ષા પ્રણાલીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ઉંચી ઈમારતોનાં હુમલા પણ અટકાવી શકાશે.

નવીદિલ્હીને સુરક્ષિત કરવા માટે બહુસ્તરીય મિસાઈલ સુરક્ષા વ્યવસ્થા પુરી પાડતી આ પ્રણાલીમાં બેભાગની બેલાસ્ટીક મિસાઈલ બીએમડી પણ ઉપલબ્ધ બનશે. આ વ્યવસ્થામાં એડવાન્સ એક ડિફેન્સ પૃથ્વી મિસાઈલનો ઉપયોગ સામેલ કરવામાં આવશે. આ પ્રણાલી ૧૫ થી ૨૫ કિમીથી લઈ ૮૦ થી ૧૦૦ કિમીનાં વિસ્તારમાં ૨૦૦૦ કિમીની મારક ક્ષમતા સાથે દિલ્હીની સુરક્ષા માટે સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી નવી દિલ્હીને ૨ સ્તરની સુવિધાઓ મળશે. જેનાં બીજા તબકકામાં મોબાઈલ લોન્ચપેડ સાથેનાં ૧૨૦, ૨૦૦, ૨૫૦ થી ૩૮૦ કિમી સુધીની રેન્જનાં મિસાઈલો સુરક્ષા વ્યવસ્થામાં જોડવામાં આવશે. ઈઝરાયલ એરસ્પ્રેસ ઈન્ડસ્ટ્રીઝ અને ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ૭૦ થી ૧૦૦ કિમીની રેન્જનાં આકાશમાં સુરક્ષા કવચ પ્રદાન કરતાં મિસાઈલો પણ એનએસેમ્સ-૨માં ગોઠવવામાં આવશે. નવીદિલ્હીનાં દુશ્મનનાં હુમલાથી સુરક્ષિત કરવા માટે અમેરિકા સાથેના કરારો સરકારે હાથ ઉપર લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.