Abtak Media Google News

ભારતીયનો દબદબો દરેક ક્ષેત્રમાં સતત વધતો રહ્યો છે. ત્યારે અંશુલા કાંત વર્લ્ડ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂક પામ્યા છે.વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ મલ્પાસે જાણકારીઆપી છે. મલ્પાસે અંશુલા કાંત અંગે જણાવ્યુકે તેમને ફાઇનાન્સિયલ અને બેંકિંગ ક્ષેત્રે  ખૂબ સારું યોગદાન આપ્યું છે.

અંશુલા કાંત છઠ્ઠી ડિસેમ્બર, 2018ના રોજ ભારતીય સ્ટેટ બેંક (SBI)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) બન્યા હતા.આ પહેલા તેઓ એસબીઆઈમાં ડેપ્યુટી એમડી અને સીએફઓ પદ પર કાર્યરત હતા. અંશુલા કાંતનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર, 2020 સુધી છે.અંશુલા કાંત લેડી શ્રીરામ કોલેજ ફોર વિમેનમાંથી ઇકોનોમિક ઓનર્સમાં સ્નાતક થયા છે.

અંશુલા કાંત વર્લ્ડ બેંક ગ્રુપના ફાઇનાન્સિયલ અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ મલ્પાસે કહ્યુ કે, આ ખુશીની વાત છે કે અંશુલા કાંતના રૂપમાં વિશ્વની ટોચની બેંન્કિંગ સંસ્થાને એક એવી વ્યક્તિ મળી છે જેનાથી ફક્ત વિશ્વ બેંકને જ નહીં પરંતુ આખી દુનિયાને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.