Abtak Media Google News

ચંદ્રયાન-ર એ મોકલાવ્યો તસ્વીરોનો પ્રથમ બંચ

ભારતીય અવકાશીપ સંસ્થા ઇસરો અત્યારે વિશ્ર્વના ખગોળ વિજ્ઞાનીઓ અવકાશ સંશોધન અને ચંદ્રમાં પર ચંદ્રયાન-ર મોકલીને અવકાશ સંશોધન માટે દાયકાઓથી આગળ પડતા રહેતા રશિયા, જર્મની, ચીન અને અમેરિકા થી બે ડગલા આગળ નીકળી ગયું છે.

ઇસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-ર એ તેનું કામ શરુ કરી દીધુ હોય તેમ ચંદ્રયાન-ર દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોનો પ્રથમ બંચ આલબમ જાહેર કર્યુ હતું. રવિવારે ઇસરો દ્વાર ચંદ્રયાન-ર દ્વારા મોકલવામાં આવેલ તસ્વીરોના પ્રથમ સમુહને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી હતી. ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ ના વિક્રમયાન પર લગાવવામાં આવેલા એલ.-૧૪ કેમેરામાંથી પાડવામાં આવી છે. વિક્રમને ચંદ્રયાન-ર ના ઉપલા ભાગે લગાવવામાં આવ્યું છે. આ તસ્વીરો ૩ ઓગષ્ટના રોજ લેવામાં આવી છે.

ઇસરો દ્વારા રૂ ૯૭૮ કરોડના બજેટ સાથે ચંદ્રયાન-ર પ્રોજેકટ હાથ પર લીધો છે. જે ભારતના ચંદ્ર સહીતના પર ગ્રહોના સંશોધનની દિશામાં ખુબ જ આશાવાદી માનવામાં આવે છે. ભારત ચંદ્રની ભમ્રણ કક્ષામાં મુકવાનું આયોજન પણ કરી રહ્યું છે.જુલાઇ-રર ના રોજ રવાના થયેલું ચંદ્રયાન-ર ૭મી સપ્ટેમ્બર ચંદ્રમાની ધરતી પર ઉતરશે તે પહેલા તસ્વીરો મોકલીને તેણે બધુ બરાબર ચાલતુ હોવાના સંકેતો આપી દીધા છે. પ્રથમ કક્ષામાં આગળ વધી રહેલું ચંદ્રયાન આવતીકાલે છ ઓગષ્ટના રોજ બીજી ભ્રમણ કક્ષામાં પ્રવેશશે ઓકટોમ્બર-૨૦૦૮ થી શરુ થયેલ ભારતનું મિશનમુન ચંદ્રયાન-ર ના રુપમાં ૧૧ વર્ષની સતત મહેનતથી સફળ થયું છે. ભારત આગામી દિવસોમાં ચંદ્રમાં પર માનવી મોકલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.