ગુજરાત સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય:પુરવઠા મંત્રી જયેશ રાદડીયા

116

આજરોજ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ રાજ્ય સરકારના મંત્રીમંડળની વિડિયો કોન્ફરન્સ કેબીનેટ બેઠકમાં ૬૦ લાખથી વધુ APL-1 રાશનકાર્ડ ધારક મધ્યમ વર્ગ પરીવારોના ૩ કરોડથી વધારે લોકોને કુટુંબદીઠ ૧૦ કિલો ઘઉં,૩ કિલો ચોખા,૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સસ્તા અનાજની દુકાનો પરથી વિનામુલ્યે આપવામાં આવશે,

ઉપરોક્ત લાભ મળનાર પરિવારો NFSA અંતર્ગત અનાજ મેળવતા ન હોવાથી તેમને લોકડાઉનના સમયમાં વિનામુલ્યે અનાજ મળી રહે એ માટે રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણય કરીને આગવી પહેલ કરી છે,

આ અગાઉ અંત્યોદય તેમજ PHH એવા ૬૬ લાખ પરીવારો ને ૧ લી એપ્રિલથી વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત કરેલ તેમાં ૯૩% પરીવારોને અનાજ મળી ગયેલ હોય અને હજુપણ વિતરણની કામગીરી ચાલુ રાખવાની રાજ્ય સરકારે સુચના આપેલ છે,

તેમજ અત્યંત ગરીબ,શ્રમજીવી,અન્ય રાજ્યના શ્રમિકો કે જેઓ રેશનકાર્ડ ધરાવતા નથી તેવા પરીવારો ને રાજ્ય સરકારની અન્ન બ્રહ્મ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ આપવાની કામગીરી પણ થઈ રહેલ છે.

Loading...